સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ : પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો દુર્ઘટનામાં 2 લોકોના મોત
સાબરકાંઠાના વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બનાવમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયું છે. બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું. ત્યારે ઓનલાઈન મંગાવેલા ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મૃતકના નામ
જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 30)
ભૂમિકાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 20)
હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ
શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા (ઉંમર વર્ષ 14)
છાયાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 11)
વાંકાનેરના પૂર્વ ધારાસભ્યનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું: વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મંઝુર હુસૈન પીરઝાદાનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું. આ બોમ્બ બ્લાસ્ટની ઘટના 25-7-1987ના રોજ બની હતી. કોઈ રિક્ષાવાળા આવ્યા હતા અને તેમણે એવું કહ્યું કે, તમારું પાર્સલ કોઈએ મોકલ્યું છે. બાદમાં પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. જેમાં મંઝુર હુસૈન પીરઝાદા સહિત ત્રણથી ચાર લોકોના મોત થયા હતા. હજી પણ આ કેસ ઉકેલાયો નથી.