સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના કાર્યકરે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું; આ બેઠક પર આજે 7 ઉમેદવારોએ 8 ઉમેદવારી પત્રો ભર્યા
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના કાર્યકરે આજે હિંમતનગરના બેરણા પાસે એક શૈક્ષણિક સંસ્થામાં સભા યોજ્યા બાદ કાર રેલી યોજીને સમર્થકો સાથે હિંમતનગરમાં બહુમાળી ભવન પહોંચી પોતાનું અપક્ષ તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ગુરુવારે હિંમતનગરના બેરણા પાસે આવેલી બી.ઝેડ શૈક્ષણિક સંસ્થાના માલિક અને ભાજપના કાર્યકર ભુપેન્દ્રસિંહ ઝાલાએ સભા યોજ્યા બાદ મોટી સંખ્યામાં કાર સાથે રેલી સ્વરૂપે સહકારી જીન, છાપરીયા, જૂની જિલ્લા પંચાયત, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ અને ન્યાય મંદિર થઈને સમર્થકો સાથે બહુમાળી ભવન પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. કાર રેલી દરમિયાન છાપરીયા ચાર રસ્તે 5 JCBમાં ફૂલો ભરીને કાર રેલી સહિત ઉમેદવાર પર પુષ્પવર્ષા કરી હતી.
લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું 7 મેના રોજ મતદાન યોજાવવાનું છે ત્યારે આજે 7 ઉમેદવારોએ 8 ઉમેદવારી પત્રો ભર્યા હતા અને 12 ઉમેદવારી પત્રો વિતરણ થયા હતા. અત્યાર સુધીમાં 19 ઉમેદવારીપત્રો ભરાયા છે, જ્યારે 75 ઉમેદવારી પત્રો વિતરણ થયા છે.
આ અંગે ચૂંટણી વિભાગમાંથી મળેલી માહિતી મુજબ, ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજવવાની છે તેને લઈને 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારે આવતીકાલે છેલ્લો દિવસ છે જેને લઈને ગુરુવારે 7 ઉમેદવારોએ 8 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં 6 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે ભાજપના બે ઉમેદવારી પત્રો ભરાયા હતા. આજે 12 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. જેમાં બહુજન સમાજવાદી પાર્ટી 4, બહુજન મુક્તિ પાર્ટી 01, લોગ પાર્ટી 01 જ્યારે અપક્ષના 6 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. અત્યાર સુધીમાં 75 ઉમેદવારી પત્રો વિતરણ થયા છે. જેની સામે 19 ઉમેદવારી પત્રો ભરાયા છે. ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે અને બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
આજે કોને ઉમેદવારી પત્રો ભર્યા
કિરીટભાઈ બિપીનચંદ્ર શાહ-અપક્ષ
કૌશ્લ્યાકુવારબા પરમાર-ભાજપ
ભાવનાબા નરેન્દ્રસિંહ પરમાર-અપક્ષ
કનુભાઈ ખીમજીભાઈ ગઢવી-અપક્ષ
અશોકકુમાર લક્ષ્મણભાઈ વાઘેલા-અપક્ષ
વિજયસિંહ નવલસિંહ ચૌહાણ-અપક્ષ
ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા-અપક્ષ