હિંમતનગરમાં સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં આજે પાંચબત્તી વિસ્તારમાં પાલિકા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિંમતનગરના ધારાસભ્ય સહિત પાલિકાના હોદ્દેદારોએ ફૂલહાર અર્પણ કર્યા હતા. ધારાસભ્યએ ચાની કીટલી પર ચાય પે ચર્ચા પણ કરી હતી. સ્થાનિક વેપારીઓએ ઓવરબ્રિજની કામગીરી બાબતે રજૂઆત કરી હતી., 23 જાન્યુઆરીને 1897 એ જન્મેલા સુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિએ હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી સુભાષબાબુની પ્રતિમાને મંગળવારે સવારે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમાલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, અમૃત પુરોહિતે ફુલહાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. પાલિકાના સ્થાનિક સદસ્યો, પાલિકાના કર્મચારીઓએ ફૂલહાર અને પુષ્પાંજલી આપી હતી.


આ પ્રસંગે કારોબારી ચેરમેન જીનલ પટેલ પાલિકા, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત પાલિકાના વિવિધ સમિતિના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો પાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.હિંમતનગરમાં પાંચબત્તી વિસ્તારમાં ઉજવણી બાદ ચાની કીટલી પર પહોંચી ચાય પે ચર્ચા કરી હતી. સ્થાનિકો પાલિકાના સદસ્યો, ચેરમેનો, પાલિકાના કર્મચારીઓ સાથે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ચર્ચા કરી હતી. દરમિયાન સ્થાનિક વેપારીઓએ રેલવે ઓવરબ્રિજની બંધ કામગીરીને લઈને રજૂઆત કરી હતી. જે સાંભળ્યા બાદ સ્થળ પર ધારાસભ્ય વી.ડી.ઝાલાએ વિભાગના અધિકારી સાથે વાત કરવાની સૂચના કરી હતી અને પાલિકાના ચીફ ઓફિસરે વિભાગના અધિકારી સાથે વાત કરી કામગીરી અંગેની ધારાસભ્ય સાથે ઝડપી બેઠક યોજવાની વાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.