બાતમી આધારે 1.82 લાખના વિદેશી દારુ સાથે ચાલકને ઝડપી લીધો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રેલવે ઓવરબ્રિજ પરથી બાતમી આધારે પીછો કાર પકડી તેમાંથી રૂ 1.82 લાખના વિદેશી દારુ સાથે ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છ સામે પ્રોહીબીશનની ફરિયાદ નોંધાવી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલ બાતમી આધારે હિંમતનગરમાં શનિવારે રાત્રે SMC એક કારનો પીછો મોતીપુરા તરફથી કર્યો હતો. ત્યાર બાદ કારને ઝડપી લીધી હતી. જેમાં તપાસ કરતા વિદેશી દારૂની 1,176 બોટલ રૂ 1,82,800ની મળી આવી હતી. જેને લઈને SMCએ રૂ 7 લાખની કાર અને એક મોબાઈલ રૂ10 હજારનો મળી કુલ રૂ 8,92,800નો મુદ્દામાલ કબજે લઈને પકડાયેલો ચાલક રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગીરવા તાલુકાના સહીદા તાલુકાનો નારાયણનાથ શંકરનાથ ચૌહાણને એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. પકડાયેલા ચાલક સહિત છ સામે પ્રોહીબીશનની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે છ સામે પ્રોહીબીશનનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરાર પાંચ આરોપી
1.મારુતિ સુઝુકી ફ્રોંક (કાર નં.GJ-18-EA -3524નો માલિક)
2.નરેશભાઈ (દારૂનો જથ્થો આપી જનાર મુખ્ય માણસ)
3.સુરેશભાઈ (દારૂનો જથ્થો મોકલનાર અને મુખ્ય આરોપી)
4.નીતીનસિંહ બાપુ (દારૂનો જથ્થો મોકલનાર અને લાઈન ચલાવનાર મુખ્ય આરોપી) ખેરવાડા, રાજસ્થાન
5.દારૂનો જથ્થો મંગાવનાર