હિંમતનગરમાં કેનેડા જવાનું કહી 6 લાખ લીધા બાદ પરત ન આપ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના શખ્સ પાસેથી મિત્રના પુત્રે કેનેડા ડિગ્રી મેળવવા અભ્યાસ કરવા જવાનું કહી ત્રણ વખત બે-બે લાખ મળી કુલ રૂ.6 લાખ લઇ પરત ન આપી છેતરપિંડી આચરવાના કિસ્સામાં એ ડિવિઝન માં ફરિયાદ નોંધાઇ હતી. હિંમતનગરના મોતીપુરામાં રહેતા જયેશભાઇ વસંતભાઇ ભાટી ભોલેશ્વરમાં રહેતા જીતુભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિ સાથે જમીન લે-વેચ બાબતે મુલાકાત થયા બાદ બન્ને વચ્ચે ઘરોબો કેળવાતા જીતુભાઇના દીકરા કૃણાલને કેનેડા ડિગ્રી મેળવવા અભ્યાસ કરવા જવાનું હોવાથી બે મહિના અગાઉ કૃણાલ જીતુભાઇ પ્રજાપતિ જયેશભાઇના ઘેર આવ્યો હતો અને અભ્યાસ માટે રૂ. 6 લાખની જરૂરિયાત હોવાનુ જણાવ્યું હતું અને ત્રણ તબક્કામાં રૂ.6 લાખ આપ્યા ત્યારે કૃણાલે તા.22-02-22 ના રોજ પૈસા રોકડમાં આપી દેવા વાત કરી હતી અને બેંક ઓફ બરોડાનો તા.25-02-22 નો ચેક આપ્યો હતો.જયેશભાઇએ તા.25-02-22 નારોજ પૂછતા કૃણાલે ધમકીઓ આપી હતી. બેંકમાં ચેક જમા કરી ફોનથી જાણ પણ કરતાં કૃણાલ તમે પોલીસ સ્ટેશન જાવ કે કોર્ટમાં જાવ હું તને પૈસા આપવાનો નથી કેનેડા જતો રહેવાનો છું કહ્યા બાદ તેના પિતા જીતુભાઇએ ફોનમાં મેસેજ કરી પૈસા મળી જશે જણાવ્યુ હતું પરંતુ પૈસા પાછા આપ્યા ન હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.