હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-ચિતોડગઢ ડેમુ પાંચ મિનિટ રોકાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર રેલવે સ્ટેશન પરથી અસારવા -ચિતોડગઢ ડેમુના સમયમાં ફેરફાર થયો છે. રેલવે સ્ટેશન પર પાંચ મિનિટ રોકાશે ત્યારે મુસાફરોને બેસવા માટે આ સમય પહેલા પહોંચી જવું પડશે. અસારવા-ચિતોડગઢ-અસારવા ડેમુમાં કોચ વધારવા મુસાફરોની માગ છે.

હાલમાં હિંમતનગર રેલવે સ્ટેશન પર બે ડેમુ અને ચાર ટ્રેનો જેમાં અસારવા-ઉદેપુર ,અસારવા-કોટા, અસારવા-ચિતોડગઢ, અસારવા-ઇન્દોર, અસારવા-જયપુર અને અસારવા-હિંમતનગર ચાલે છે. જેમાં અસારવા-ચિતોડગઢના સમયમાં ફેરફાર થયો છે. ડેમુ ટ્રેન નં 09543 અસારવાથી ચિતોડગઢ હિંમતનગર રેલવે સ્ટેશન પર રોજ બપોરે 12:05 કલાકે આવશે અને પાંચ મિનિટ રોકાણ કરીને 12:10 કલાકે ચિતોડગઢ જવા ઉપડશે. જ્યારે સાંજે ટ્રેન નં 09544 ચિતોડગઢથી અસારવા હિંમતનગર રેલવે સ્ટેશન પર સાંજે 4:55 કલાકે આવશે અને પાંચ મિનિટ રોકાઈને 5:00 કલાકે અસારવા જવા ઉપડશે.

અસારવા-ઉદેપુર
ટ્રેન નં 19704 અસારવા-ઉદેપુર રોજ સવારે 8:25 કલાકે આવશે પાંચ મિનિટ રોકાઈને 8:30 કલાકે ઉદેપુર જવા ઉપડશે. જયારે રોજ રાત્રે ટ્રેન નં 19703 ઉદેપુરથી અસારવા 8:40 કલાકે આવશે અને બે મિનિટ રોકાઈને 8:42 કલાકે અસારવા જવા ઉપડશે.

અસારવા-કોટા
સાત દિવસમાં બે દિવસ બુધવારે અને શનિવારે ટ્રેન નં 19821 અસારવા-કોટા સવારે 10:45 કલાકે આવશે અને પાંચ મિનિટ રોકાઈને 10:50 કલાકે કોટા જવા ઉપડશે. જયારે ટ્રેન નં ટ્રેન નં 19822 કોટા-અસારવા બુધવારે અને શનિવારે વહેલી સવારે 4:03 કલાકે આવશે અને બે મિનિટ રોકાઈને 4:05 કલાકે અસારવા જવા ઉપડશે.

અસારવા-ઇન્દોર
ટ્રેન નં 19316 અસારવા-ઇન્દોર રોજ બપોરે 3:55 કલાકે આવશે પાંચ મિનિટ રોકાઈને 4:00 કલાકે ઇન્દોર જવા ઉપડશે. જયારે ટ્રેન નં 19315 ઇન્દોર-અસારવા રોજ સવારે 8:57 કલાકે આવશે. બે મિનિટ રોકાઈને 8:59 કલાકે અસારવા જવા ઉપડશે.

અસારવા-જયપુર
ટ્રેન નં 12982 અસારવા-જયપુર રોજ રાત્રે 9:20 કલાકે આવશે અને બે મિનિટનું રોકાણ કરીને 9.22 કલાકે જયપુર જવા ઉપડશે. જ્યારે ટ્રેન નં 12981 જયપુર-અસારવા રોજ સવારે 6:55 કલાકે આવશે બે મિનિટનું રોકાણ કરીને 6:57 કલાકે અસારવા જવા ઉપડશે.

અસારવા-હિંમતનગર
ડેમુ ટ્રેન નં. 09401 અસારવા-હિંમતનગર રાત્રે 9.45 કલાકે હિંમતનગર રેલવે સ્ટેશન પર આવશે. બીજા દિવસે સવારે ડેમુ ટ્રેન નં 09402 હિંમતનગર-અસારવા 6:20 કલાકે હિંમતનગર રેલવે સ્ટેશનથી અસારવા જવા ઉપડશે. રવિવારેના દિવસે આ ડેમુ ટ્રેન બંધ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.