આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું
રખેવાળ ન્યુઝ મોડાસા : આજરોજ સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયએ માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાબરકાંઠા કલેકટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
આ આવેદનપત્રમાં જણાવાયા મુજબ પૂર્ણ જિલ્લામાં તેમજ ગુજરાતમાં સના તાનીઓએ પ્રશાસનની ગાઈડ લાઈનનું પાલન કરી સંપૂર્ણ રીતે ધાર્મિક તહેવારો ઘરમાં ઉજવ્યા અને સાર્વજનિક ઉત્સવો જે પરંપરા મુજબ ચાલતા હતા એ પણ પ્રશાસન એ બંધ કરાવ્યા તો બીજી બાજુ રાજકીય રેલીઓ ખુલ્લે આમ થઈ રહી હોય હવે કોરોના કાળ સમાપ્તિના આરે છે એવો સંકેત મળતો હોય હિન્દુ આસ્થાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ ઉજવવાની અનુમતી પ્રશાસન આપે અને સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓમાંથી પણ રાહત થાય તેવી વિનંતી કરતુ આવેદનપત્ર સાબરકાંઠા કલેકટરને સોપવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ઉત્તર ગુજરાત પ્રાંતના મહામંત્રી જયંતીભાઈ પટેલ, ધર્મરક્ષા પરિષદ સાબરકાંઠાના અધ્યક્ષ ભાર્ગવ ભાઈ દવે , જગતસિંહ પરમાર, જીજ્ઞેશભાઈ શુક્લ, મુકેશગીરી ગોસ્વામી, પ્રવીણસિંહ રાજપૂત, નીતિનભાઈ ઠાકુર, પ્રદીપભાઈ પંડ્યા, દિનેશભાઈ સોનગરા, અનિલભાઈ વણઝારા, મુકેશભાઈ મોદી, દીપ ઉપાધ્યાય, સચીનભાઈ સુથાર, મયુરભાઈ ભાટિયા અને ડોલરભાઈ મકવાણા સહિત બીજા ગણા ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ હાજર રહ્યા હતા.