હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના અધિક શ્રાવણમાં પાર્થેશ્વરની પૂજાનું અનેરું મહત્વ

સાબરકાંઠા
સાબરકાંઠા

શ્રાવણ માસમાં અધિક માસ શરૂ થઇ ગયો છે. અધિક માસ 16 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ શ્રાવણનો કૃષ્ણ પક્ષ શરુ થશે. આ વખતે 19 વર્ષ પછી શ્રાવણ મહિનામાં અધિક માસ આવ્યો છે. હિંદુ પંચાગના આ વધુ પડતા મહિનાને કારણે સવંત 2080 13 મહિનાનો છે. અંગ્રેજી કેલેન્ડરમાં લીપ વર્ષમાં એક દિવસ વધે છે અને ગુજરાતી કેલેન્ડર વર્ષમાં અધિક માસને કારણે આખો મહિનો વધે છે. આ સૌર વર્ષ અને ચંદ્ર વર્ષને કારણે છે. દિવસના 101 થી લઈને 4200 કાળી માટીના એક ઇંચ લિંગ બનાવવામાં આવે છે. જે લિંગ પર એક-એક ચોખો લગાવવામાં આવે છે. એક મહિનાના સવા લાખ પાર્થેશ્વર લિંગની પૂજા થાય છે. જેમાં એક ટ્રેક્ટર કાળી માટી જોઈએ છે. દરરોજ 4200 કાળી માટીના એક ઇંચના લિંગ બનાવવામાં આવે છે અને તેના પર ચોખાનો કણ લગાવવામાં આવે છે. આ 4200 પાર્થેશ્વર લિંગ બનાવવા માટે મંત્રોચ્ચાર સાથે બનતા હોય છે. પાંચ જણા 10 કલાકે બનાવે છે. 4200 પાર્થેશ્વર લિંગ પર રોજના 250 ગ્રામ ચોખાની વપરાય છે એટલે એક મહિનાની પૂજામાં સાડા સાત કિલો જેટલા વપરાય છે.રોજના 4200 પાર્થેશ્વર શિવલિંગ બનાવીને સોમવારે-નાગપાસ, મંગળવારે-ત્રિકોણ, બુધવારે-કુર્મ, ગુરુવારે-સોળ કોઠા, શુક્રવારે-પંચકોણ, શનિવારે-ધનુષ્ય અને રવિવારે-સૂર્યની પૂજા કરવામાં આવે છે. સાત દિવસ 4200 પાર્થેશ્વર લિંગને પૂજા પ્રમાણે આકારમાં ગોઠવવામાં આવે છે અને શિવજીની પ્રતિમા સાથે શિવલિંગ બનાવવામાં આવે છે અને પૂજામાં ગોઠવેલ પાર્થેશ્વર લિંગ વચ્ચે મુકવામાં આવે છે. રોજ બનાવેલા પાર્થેશ્વર લિંગને ગોઠવીને પ્રાણ પ્રતિષ્ઠા, અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ બીલીપત્ર, ફૂલ અર્પણ કરી અબીલ ગુલાલ વડે મંત્રોચ્ચાર સાથે પૂજા કરી નૈવૈધ કરીને આરતી કરવામાં આવે છે. બનાવેલા તમામ પાર્થેશ્વર શિવલિંગ વહેતી નદીમાં કે પછી બીલીપત્રના ઝાડ નીચે વિસર્જન કરવામાં આવે છે. આમ દરરોજ નવા પાર્થેશ્વર લિંગ બનાવી પૂજા અર્ચના કરીને દરરોજ વિસર્જન કરવામાં આવે છે. આમ એક મહિના સુધી આ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. ત્યારે સવા લાખ પાર્થેશ્વર શિવલિંગની અધિક માસની પૂજામાં એક ટ્રેક્ટર કાળી માટી વપરાય છે. હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પુજારી તરુણ ચોબીસા જણાવે છે કે અધિક શ્રાવણ અને શ્રાવણ માસમાં શુભ ફળ મેળવવા માટે શિવ મંદિરમાં આ પૂજા બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે. રોજ અલગ અલગ એક મહિના સુધી રોજ 4200 પાર્થેશ્વર શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરીને તેનું રોજ વિસર્જન કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.