પ્રાંતિજમાં એપ્રોચ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજમાં આવેલી પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારી વારંવાર જોવા મળતી હોય છે. રોડ પર ભરાતા વરસાદી પાણી નિકાલ કરવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકાની ફરીવાર બેદરકારી સામે આવી છે. પ્રાંતિજ એપ્રોચ રોડ પર ગતરોજ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને લઈને અંધારપટ જોવા મળ્યો હતો.પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારીને લઈને પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા ગત રાત્રિના અંધારપટ જોવા મળ્યો હતો. વારંવાર આજ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ થઇ જાય છે. તો હાઈવેથી પ્રાંતિજમાં જવાનો મુખ્ય માર્ગ હોવાને લઈને રાત્રિના સમયે અવર જવર વધુ હોય છે અને વળી આ એપ્રોચ રોડ ઉપર હોસ્પિટલો, દુકાનો તથા સોસાયટીઓ આવેલી છે.ચોમાસાની ઋતુ છે અને અંધારપટને લઈને એપ્રોચરોડ ઉપર અવરજવર કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાત્રિ દરમ્યાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા દુકાન માલિકો તથા સોસાયટીઓના રહીશોને પણ ચોરીનો પણ ભય સતાવે છે. પાલિકામાં નિયમિત વેરો ભરતા વિસ્તારમાં જ વારંવાર સ્ટ્રીટલાઈટો બંધ રહે છે. જેને લઈને એપ્રોચ રોડ પર રહેતા સોસાયટીના રહીશો સહિતના દુકાનદારોનો પણ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ હાઇવેથી ભાખરિયા સુધીના વિસ્તારમાં રોડ પર ચાલુ બંધ થતી સ્ટ્રીટ લાઈટો છેલ્લા ત્રણ દિવસથી તો બંધ થઇ ગઈ છે. જેને લઈને રોડ અંધારપટ થઇ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.