હિંમતનગરમાં કેન્દ્રીય વિદ્યાલયમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાંથી બોર્ડ પરીક્ષાનો ભય દૂર કરવા 2017થી પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. જેના પગલે આ વર્ષે પણ બોર્ડ પરીક્ષા પહેલા ભારતના તમામ જિલ્લાઓમાં આજે કેન્દ્રીય વિદ્યાલયના બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.સાબરકાંઠા જિલ્લાની તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં મંગળવારે જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 170થી વધારે વિદ્યાર્થીઓ ભાગીદાર બન્યા હતા. તેમજ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ મજબૂત બનાવવા સહિત તેમનો ભય દૂર કરવા માટે આ કાર્યક્રમ છેલ્લા સાત વર્ષથી નિરંતર યોજાય છે. જેમાં તમામ બાળકો ભાગીદાર બનતા હોય છે. ત્યારે આ વર્ષે વિવિધ વિષયો ઉપર જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન હિંમતનગર કેન્દ્રીય વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.


વિદ્યાર્થીઓએ પોતાની માનસિક બુદ્ધિ ક્ષમતા સહિત વિવિધ વિચારોને કાગળ ઉપર ઉતાર્યા હતા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પાસેથી પરિવારજનો ખૂબ મોટી અપેક્ષાઓ રાખતા હોય છે. જો કે બીજી તરફ વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાનો ભય એટલો મજબૂત કરાય છે કે, તેઓ એક જ પરીક્ષાને આખરી પરીક્ષા સમજે છે. જેથી તેમની બુદ્ધિ ક્ષમતા સહિત યાદશક્તિ ઉપર ગંભીર અસર થાય છે. જે દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચા નામનો કાર્યક્રમ શરૂ કરાયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ સહિત શિક્ષક જગતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.