હરિયાણાના મેવાત પ્રાંતમાં શોભાયાત્રા ઉપર કરાયેલા હુમલાના વિરોધમાં હિંમતનગરમાં પુતળાનું દહન કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

હરિયાણાના મેવાત પ્રાંતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની શોભાયાત્રા પર વિર્ધમી જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ષડયંત્ર પૂર્વકનો હુમલો કરી હત્યાના બનાવના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે તેમજ ખેડબ્રહ્માના સરદાર ચોકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધરણાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો.હરિયાણાના મેવાત પ્રાંતમાં નિકળેલી હિન્દુ સમાજની શોભાયાત્રા પર વિર્ધમી જેહાદી માનસિકતા ધરાવતા લોકોએ હુમલો કરીને ઘાતકી હત્યાના બનાવના મામલે સમગ્ર હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. ત્યારે બુધવારે સાબરકાંઠા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પુતળાનું દહન કર્યું હતું. વિરોધ પ્રદર્શનને લઈને જિલ્લા SOG,LCB અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હુમલાખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. મહાવીરનગર ચાર રસ્તે વિરોધ પ્રદર્શન અને ધરણાં કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રાંતના અધિકારી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખેડબ્રહ્માના સરદાર ચોક ખાતે પણ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.