પ્રાંતિજ તાલુકા ભરવાડ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શહેર તાલુકાના ભરવાડ સમાજ દ્વારા ગતરોજ ના રાત્રી દરમ્યાન થતી ઘેટા-બકરાની ચોરીને લઈને પ્રાંતિજ પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર આપી રક્ષણ આપવા માંગ કરી હતી.છેલ્લા કેટલાક દિવસથી પ્રાંતિજ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેટા-બકરા ચોરી કરતી ગેંગ સક્રિય થતા પશુચોરીના કિસ્સાઓમા વધારો થયો છે. જેને લઈને પશુધન ઉપર ગુજરાન ચલાવતા પ્રાંતિજ શહેર તથા તાલુકામા રહેતા ભરવાડ સમાજ દ્વારા અવાર-નવાર રાત્રી દરમ્યાન ઘેટા-બકરાની ચોરીને લઈને ભરવાડ માલધારી સમાજ દ્વારા એકઠા થઈને પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર આવેલા તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંતિજ-તલોદના પ્રાંત અધિકારી એમ.એન. ડોડીયાને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.રાત્રી દરમ્યાન વાડામા રહેલ ઘેટા-બકરા કેટલાક કસાઇ અને ડફેરો દ્વારા રાત્રીના અંધારાનો લાભ લઈને અલગ-અલગ વાહનો જેવા કે મારૂતિવાન, ટાટાસુમો, પીકઅપ ડાલુ લઈ આવી ચોરી કરી લઈ જતા આવા પશુ ચોરીના બનાવો સામે રક્ષણ આપવાની માંગ કરી હતી. આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેઓને પડતી તકલીફોની રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.