પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર અકસ્માત સર્જાયો, રસ્તા વચ્ચે ગાય આવતા બાઈક ચાલક ફંગોળાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એપ્રોચ રોડ પર સોમવારે રાત્રે અચાનક ગાય રોડ પર આવી જતા બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતા બાઈક ચાલકને 108માં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજ ઉંછા ગામના ગૌતમ બચુભાઇ પટેલ સોમવારે રાત્રે આશરે 8:30 વાગે પ્રાંતિજ હાઈવે તરફથી ભાખરીયા તરફ બાઈક લઈને આવતો હતો. એ દરમિયાન માતૃછાયા સોસાયટી નજીક એપ્રોચ પાસે અચાનક ગાય રોડ પર આવી ગઈ હતી. જેથી ગૌતમનું બાઈક ગાય સાથે અથડાયું હતું. આ દરમિયાન ગૌતમ સીધો રોડ પર જઈને પટકાયો હતો. ગૌતમને માથાના ભાગે ઈજા પહોંચતા રાહદારીઓ દ્વારા તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

અચાનક રોડ પર ગાય દોડી આવતા અકસ્માત સર્જાયો હતો. વારંવાર રોડ ઉપર ગાય આવી જતા અકસ્માત સર્જાય છે. છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા રખડતા ઢોર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને આવા અકસ્માત સર્જાય છે. તો સ્થાનિકો દ્વારા રખડતા ઢોર સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.