એલઆરડી પરીક્ષા માટે હિંમતનગર ST ડિવિઝને 50 એક્સ્ટ્રા બસો ફાળવી

સાબરકાંઠા
સાબરકાંઠા

લોકરક્ષક દળની અગામી તારીખ 10 એપ્રિલ 2022 ના રોજ લેખિત પરીક્ષા હોવાથી બંને જિલ્લાના પરીક્ષાર્થીઓને મુસાફરી કરવામાં અવગડતા ન પડે તે હેતુથી હિંમતનગર વાહન વ્યવહાર નિગમ દ્વારા 50 એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયુ છે. આગામી તા.10-04-22 ના રોજ રાજ્યભરમાં લોક રક્ષકદળની લેખિત પરિક્ષા હોવાથી પરિક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા અને મુસાફરોને સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરાયું છે.

જે સંદર્ભે વાહન વ્યવહાર નિગમ હિંમતનગર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી કુલ 50 એસ.ટી. બસો પરીક્ષાર્થીઓ માટે દોડાવવાનું આયોજન કરાયુ છે. સાબરકાંઠા જિલ્લામાંથી વડોદરા, સુરત, આણંદ અને ભાવનગર તરફ જવા અને અરવલ્લી જિલ્લામાંથી અમદાવાદ તથા રાજકોટ તરફ પરીક્ષાર્થીઓને જવા માટે તમામ બસોમાં પરીક્ષાર્થીઓ ઓનલાઇન બુકિંગ કરી શકે તે માટે ઓનલાઇન GSRTC પોર્ટલ પર બુકિંગની સુવિધા ઉભી કરાઇ છે નોંધનીય છે કે પરીક્ષાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ તા.10-04-22 ના રોજ પરત વતનમાં આવવા માટે રિટર્ન બુકિંગની સેવા પણ અમલી બનાવાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.