અસહ્ય બાફ અને ઉકળાટ બાદ હિંમતનગરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર, પ્રાંતિજ અને તલોદમાં વહેલી સવારથી ઝરમર વરસાદ, 8માંથી 3 તાલુકામાં વરસાદ, અસહ્ય બાફ અને ઉકળાટ બાદ હિંમતનગરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અન તલોદમાં પણ વરસાદ વરસ્યો હતો. જોકે સાબરકાંઠા જિલ્લામાં આજે સવારે 4 કલાકમાં 8માંથી 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ચોમાસામાં સાબરકાંઠા જિલ્લામાં જોઈએ તે પ્રમાણમાં વરસાદ હજી સુધી વરસ્યો નથી. ત્યારે સોમવારે વહેલી સવારથી હિંમતનગરમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. જેને લઈને નોકરિયાત, વિધાર્થીઓ, શિક્ષકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે 10 વાગ્યા બાદ વરસાદ બંધ થયો હતો. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળે ક્યાંક ઝરમર ક્યાંક ધીમીધારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

હિંમતનગર ડિઝાસ્ટર કચેરીમાંથી મળેલી વિગત મુજબ સાબરકાંઠા જિલ્લામાં સોમવારે સવારે 6થી 10 કલાકના સમયમાં 8 માંથી 3 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં હિંમતનગરમાં 06, પ્રાંતિજ 02 મિમી અને તલોદ 02 મિમી વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.