પિતાનું સફળ ઓપરેશન થતા 1600 કિમી પદયાત્રા કરી યુવક કેદારનાથ જવા નીકળ્યો
વાપીમાં પિતા માટે રાખેલી માનતા પૂર્ણ થતા પુત્ર 1600 કિમી પદયાત્રા કરી કેદારનાથ જવા નીકળ્યો છે. રોજનું 50 કિમી અંતર કાપીને ત્રણ મહીને કેદારનાથ પહોંચી પુત્ર મેક્સ પટેલ દાદાના દર્શન કરી માનતા પૂર્ણ કરશે. ત્યારે હિંમતનગરથી પસાર થઈને યુવકે શામળાજી તરફ ડગ માંડ્યા હતા.
વાપીના મેક્સ પટેલના પિતા ડ્રાઈવિંગ કરે છે. જેમની તબિયત લથડતા વલસાડ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગંભીર ઓપરેશન કરવાનું હતું. જે ઓપરેશન સફળ થાય માટે પુત્ર મેક્સ પટેલે કેદારનાથ પગપાળા જવાની માનતા રાખી હતી. જેને લઈને પિતાનું સફળ ઓપરેશન બાદ ઘરે આવી ગયા બાદ મેક્સ 16 એપ્રિલે વાપીથી કેદારનાથ પગપાળા જવા માટે નીકળી પડ્યો હતો. રસ્તામાં મહાદેવના ભક્તો પણ તેના મદદે આવ્યા હતા.