ચોરીનું બાઈક હોવાનું જણાતાં બાઈક ચોરને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં વધુ ચાર ગુનાની કબુલાત

સાબરકાંઠા
સાબરકાંઠા

કલોલના નારદીપુરનો શખ્સ ગુરુવારે નંબર પ્લેટ વિનાનું બાઈક લઈને હિંમતનગર પહોંચતા બી ડિવિઝન પોલીસની પૂછપરછ દરમિયાન પોકેટ કોપની મદદથી તપાસ કરતાં ચોરીનું બાઈક હોવાનું જણાતાં બાઈક ચોરને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં વધુ ચાર ગુનાની કબુલાત કરી હતી. પોલીસે તમામ પાંચ બાઇક કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

તા.25-01-24ના રોજ હિંમતનગર બસ સ્ટેશન આગળ નંબર પ્લેટ વિનાના બાઈક લઈને નીકળેલ શખ્સને ઉભો રાખી તપાસ હાથ ધરતા શંકા જવાને લઈ પોકેટકોપની મદદથી તપાસ હાથ ધરતાં બાઈકનો નંબર જીજે-31-જે-3142 હોવાનું અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયાનું જણાતાં હર્ષદકુમાર માનસંગભાઈ સોનાજી મકવાણા (35) (રહે. હુડકો વિસ્તાર નારદીપુર તા. કલોલ) ને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વધુ ચાર બાઇકની ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે જીજે-31-જે-3142, જીજે-18-સીક્યુ-0960, જીજે-27-ડી-0984 જીજે-09-ડીસી-4916 અને જીજે-18-ડીસી-1392 નંબરની તમામ પાંચ બાઇક રિકવર કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.