હિંમતનગરમાં યુવક ટ્રેન નીચે આવતાં પોલીસે બચાવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર રેલ્વે સ્ટેશન પર વીરભૂમિ એક્સપ્રેસમાં ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહેલ યુવક ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ ટ્રેન ચાલુ થતાં વરસાદી માહોલમાં ટ્રેનમાં ચડવા પ્રયાસ કરવા દરમિયાન પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં નીચે પડતાં ટ્રેનની નીચે આવી ગયો હતો જીઆરપીની મહિલા કોન્સ્ટેબલે સમય સૂચકતા વાપરી ચેન પુલિંગ કરી ટ્રેન અટકાવતાં પોલીસે મહા મહેનતે ટ્રેન નીચે આવી ગયેલ યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. વરસાદને લઇ ઉજ્જૈનથી આવી રહેલ વીરભૂમિ એક્સપ્રેસ થોડી મોડી હતી અને હિંમતનગરમાં બે મિનિટ નું સ્ટોપેજ છે ગાંધીનગરના દહેગામનો 19 વર્ષીય કરણ ઠાકોર ઉજ્જૈનમાં દર્શન કરી પરત ફરી રહ્યો હતો અને હિંમતનગર રેલ્વે સ્ટેશન ટ્રેન ઉભી રહેતા નાસ્તાનું પડીકું લેવા ઉતર્યો હતો. આ દરમિયાન ટ્રેન ચાલુ થતાં દોડીને ટ્રેનમાં ચડવા દરમિયાન વરસાદ ચાલુ હોય યુવકનો પગ લપસતાં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં સરકી ગયો હતો અને ટ્રેન નીચે આવી ગયો હતો.

ઘટનાને જોઈ જતાં જીઆરપી કોન્સ્ટેબલ રાધાબેન તલાટે સમય સૂચકતા વાપરી ટ્રેનની ચેન ખેંચી લીધી હતી અને ટ્રેન ઉભી રખાવી દીધી હતી. આરપીએફ અને જીઆરપીના જવાનોએ મહા મહેનતે ટ્રેનની નીચે ફસાઈ ગયેલ કરણ ઠાકોરને બહાર કાઢ્યો હતો અને 108 મારફતે સારવાર અર્થે ખસેડ્યો હતો. યુવકને કોણીના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.