હિંમતનગરના ધારાસભ્યને લેખિત રજૂઆત કરાઈ
કચ્છ બાદ ભારતમાં સૌથી વધુ કચ્છી સમાજના લોકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વસવાટ કરે છે અને તેમના સામાજીક સંબંધો પણ હાલમાં જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિવિધ કંપાઓમાં વસવાટ કરતા કચ્છી સમાજના લોકો કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી જેવા વિસ્તારોમાં વસતા લોકો સાથે આર્થીક અને સામાજીક રીતે સંકળાયેલા છે. સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા માટે પણ તેઓને અવારનવાર કચ્છના વિવિધ વિસ્તારોમાં જવુ પડે છે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તે લોકો કચ્છ વિસ્તારમાં આવેલ વિવિધ પર્યટન સ્થળોની પણ મુલાકાત લેતા હોય છે અને તે માટે તેમને ખાનગી વાહનો અને પોતાના વાહનો લઇને વેકેશન દરમિયાન ખાનગી વાહનોમાં મુસાફરોનો ભારે ઘસારો હોવાથી ખુબજ મુશ્કેલી પડે છે. ત્યારે હિંમતનગર-ભુજની દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી તેમજ રાજસ્થાનના શ્રમિક ભાઇઓને યાત્રાળુઓને તેમજ અન્ય મુસાફરોને કચ્છ જવા માટે હિંમતનગરથી ભુજ રાત્રી ટ્રેન શરૂ કરાય તેવી માંગણી રેલવે રાજય મંત્રી સમક્ષ ધારાસભ્ય વી.ડી. ઝાલાએ કરીને પત્ર દ્વારા રજૂઆત કરી હતી.
હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજની મંજૂરી બાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ શરુ થયું છે. તો એજન્સી દ્વારા હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઈનનું અર્થવર્ક શરુ થયું છે. તો સાથે UGVCLની રેલવે પરથી પસાર થતી 26 અલગ અલગ જગ્યાએ લાઈનોને અન્ડર ગ્રાઉન્ડ લાઈનીગનું કામ કાજ પણ શરુ થયું છે. બીજી તરફ હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત સ્ટેશનમાં સમાવેશ થયા બાદ એજન્સી દ્વારા પણ કામ શરુ થયું છે. જ્યારે હિંમતનગર રેલવે સ્ટેશન પર રાત્રિ દરમિયાન વધુ અજવાળું રહે તે માટે હાઈમાસ્ક લાઈટીંગના ચાર ટાવર આવેલા છે. જ્યાં હવે 110 વોટ સામે 220 વોટની લાઈટ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જે બે ટાવરમાં લાગી ગઈ છે બાકીના બે ટાવરમાં કામગીરી શરુ કરાઈ છે.