હિંમતનગર સિવિલમાં તબીબોની ટીમે બેભાન સગર્ભા મહિલાને નોર્મલ ડીલીવરી કરાવી : માતા-બાળકને બચાવી લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

તલોદના રણાસણમાં રબારી પરિવારની સગર્ભા મહિલા ઘરમાં સુતી હતી તે દરમિયાન કોબ્રાએ ડંસ માર્યો હતો. જેને લઈને પરિવારજનો તાત્કાલિક અંજલિ હોસ્પિટલ બાદ બેભાન હોવાને લીધે 108માં હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈમરજન્સીમાં તબીબોની ટીમે મહિલાને વેન્ટીલેટર પર રાખીને છ કલાક બાદ ટીમે સગર્ભા મહિલાની નોર્મલ ડીલીવરી કરાવી હતી. આમ સગર્ભા માતા અને બાળકને બચાવી લીધું છે. બંનેની તબિયત પણ સ્વસ્થ છે. તલોદના રણાસણમાં રહેતા સાંગાભાઈ રબારીની પત્ની ગર્ભવતી હતા. તે દરમિયાન ઘરમાં સૂઈ રહેલા જશુબેનને 16 ઓગસ્ટના રોજ સવારે કોબ્રા સાપે ડાબા હાથના પંજાની પાછળ ડંસ માર્યો હતો. જેને લઈને પરિવારજનો તાત્કાલિક સગર્ભા જશુબેનને અંજલિ હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ જશુબેન બેભાન હોવાને લઈને આગળ ખસેડવાની સલાહ આપતા 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગ દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી.આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પીટલના RMO ડૉ એન.એમ.શાહે જણાવ્યું હતું કે, કોબ્રા સાપના ડંસને લઈને બેભાન સગર્ભા મહિલા અને નવમો માસ હોવાને લઈને સિવિલના ડૉ.મનીષા પંચાલ, ડૉ.અરુણ મકવાણા, ડો.અનિલ ચૌહાણ, ડો.ભરત ભટ્ટ, ડૉ.ઋણુ ઘોષ અને ડૉ.શિલ્પા નીનામાની ટીમે સગર્ભા મહિલાની સારવાર શરૂ કરી હતી. મહિલાને વેન્ટીલેટર પર મુકીને દવાઓ શરૂ કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી સારવાર શરૂ કરી હતી. ટીમને છ કલાક બાદ બપોરે બે વાગે સફળતા મળી હતી અને સગર્ભા મહિલાની વેન્ટીલેટર પર નોર્મલ ડીલીવરી કરાવી બાળક અને માતા બંનેને બચાવી લીધા હતા. તો ડીલીવરી બાદ 24 કલાકે વેન્ટીલેટર હટાવી લીધું હતું. તો બાળકને NICUમાં રાખવામાં આવ્યું છે. તો હાલમાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે અને આવતીકાલે રજા પણ આપવામાં આવશે. તો જશુબેનના પરિવારે પણ તબીબની ટીમનો આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.