ભિલોડાની ખાનગી આંખની હોસ્પિટલમાં અચાનક આગ લાગતા સામાન બળીને ખાખ

સાબરકાંઠા
સાબરકાંઠા

આજકાલ દુકાન હોય કે મકાન ચોમાસામાં શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે ભિલોડાની આંખની હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. ભિલોડા નગરમાં આજે બપોરે બે વાગ્યાના અરસામાં દ્રષ્ટિ આંખની હોસ્પિટલમાં અચાનક આગની ઘટના સામે આવી છે. હોસ્પિટલના અંદરના ભાગમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા જો કે હોસ્પિટલ બંધ હતી. જેથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ હોસ્પિટલનું ફર્નિચર મોંઘા ભાવની મશીનરી સહિત તમામ સાહિત્ય આગમાં બળીને ખાખ થયું હતું. આસપાસના લોકોએ આગ બુજવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. જો કે આગ ક્યા કારણથી લાગીએ જાણી શકાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.