સાબરકાંઠા જિલ્લામાં મોબાઈલની દુકાનમાંથી 37 મોબાઇલની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે તસ્કરે ત્રાટકી મોબાઈલની દુકાનમાંથી 6.30 લાખના 37 મોબાઈલની ચોરી કર્યા હતા. જે અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારે મોબાઇલ ચોરી કરતા CCTV પણ સામે આવ્યા છે.

આ અંગે વડાલી પોલીસ સ્ટેશનમાં ઝુનેદભાઈ હનીફભાઈ મેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, વડાલી હાઇવે રોડ પર આવેલી રેપડી માતાજીના મંદિર પાસેની મોબાઈલ શોપ પર શનિવારે રાત્રિ દરમિયાન તસ્કર ત્રાટક્યો હતો. અલગ અલગ કંપનીના 37 મોબાઈલ રૂ. 6,30,595ની મત્તાની ચોરી કરી લઈ ગયો હતો. રાત્રિ દરમિયાન તસ્કર એક પછી એક દુકાનમાંથી મોબાઈલ ચોરી કરતો CCTVમાં કેદ થયો હતો. જેને લઈને વડાલી પોલીસે CCTV કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.