હિંમતનગરમાં કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી પર્યાવરણમુક્ત કોલસો બનાવનાનો પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર નગરપાલિકા દ્વારા રોજનો 30 ટન કચરો એકઠો થાય છે. જેને ડમ્પિંગ સાઈટ પર એકઠો કરવામાં આવે છે. જ્યાં એક કંપની દ્વારા કચરામાંથી પ્લાસ્ટિક છુટું પાડી તેની પ્રોસેસ કરીને કેમિકલના ઉપયોગથી જનો 50 ટન પર્યાવરણ મુક્ત કોલસો બનાવવાની શરુઆત આજથી કરવામાં આવી છે. જે પ્રોજેક્ટને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ, હિંમતનગરના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખે ખુલ્લો મુક્યો હતો.

હિંમતનગરના કાટવાડ પાસે આવેલી ડમ્પિંગ સાઈટ પર શહેરમાંથી રોજેરોજ એકઠા કરવામાં આવેલા કચરના ઢગ થયા છે ત્યારે, હિંમતનગર નગર પાલિકા સાથે સુરતની BA પ્રેરણા ક્લીન અર્થ કંપની સાથે MOU થયા હતા. આ BA પ્રેરણા ક્લીન અર્થ કંપની દ્વારા ડમ્પિંગ સાઈટ પાસે પાલિકા દ્વારા 8000 હજાર ચોરસ મીટર જમીન મહીને રૂ 21 હજારના ભાડે કંપનીને આપવામાં ​​​​​​​ આવી છે. જ્યાં કંપની દ્વારા 7 કરોડના ખર્ચે શેડ બનાવીને પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.

આ પ્લાન્ટમાં કચરામાંથી અલગ કરેલા પ્લાસ્ટિકને સાઈઝ પ્રમાણે છુટું પાડવામાં આવે છે. ત્યારબાદ કેમિકલ પ્રોસેસ કરીને તેમાંથી પર્યાવરણ મુક્ત કોલસો બનાવવામાં આવે છે. આ પ્લાન્ટ ઓટોમેટીક છે કંપનીના CEO આશિષ મીઠાણીએ પ્લાન્ટમાં પ્લાસ્ટિકમાંથી કેવી રીતે કોલસો બને તે તમામ પ્રોસેસ વિશે માહિતી આપી હતી.

પર્યાવરણને નુકશાન કરતુ પ્લાસ્ટિક ડમ્પિંગ સાઈટ પરના કચરામાંથી પ્લાસ્ટિક છુટું પાડ્યા બાદ અને પ્લાન્ટના મશીનમાં નાખ્યા બાદ સાઈઝ પ્રમાણે અલગ પડેલા પ્લાસ્ટિક સાથે કેમિકલ પ્રોસેસ કર્યા બાદ તેમાંથી કોલસો બને છે. જે કોલોસો પર્યાવરણ મુક્ત હોય છે. તો આસપાસના ફેક્ટરીમાં આ પર્યાવરણ મુક્ત કોલસો અહીંથી સરળતાથી મળી જશે અને એ પણ ઓછા ખર્ચે. જેને લઈને ફેક્ટરીઓમાં ઇંધણ ખર્ચ પણ ઓછો થશે, જેથી ફાયદો થશે. બીજીતરફ ડમ્પિંગ સાઈટ પરથી કચરામાં આવેલા પ્લાસ્ટિકના ઉપયોગથી સદુપયોગી કોલસો સસ્તો મળશે. આ પ્રસંગે હિંમતનગરનગર પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ જીનલ પટેલ, નગરપાલિકાના સ્થાનિક વોર્ડના સદસ્યો હાજર રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.