હિંમતનગરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર હિંમતનગરમાં આજે આઠ તાલુકામાંથી વિજેતા 24 પિયર વચ્ચે યુવા પહેલ ક્વિઝ કાર્યક્રમ યોજાયો હતો. ગત ડીસેમ્બર મહિનામાં બે ચરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી વિજેતા પ્રથમ, બીજો અને ત્રીજા નંબરે આવનાર પિયરની જિલ્લા કક્ષાની યુવા ક્વિઝ યોજાઈ હતી.આ અંગેની વિગત એવી છે કે, કિશોર-કિશોરીઓ એનિમિયા, કુપોષણ, માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાનની સ્વચ્છતા, વ્યસનમુકત જીવન જેવા વિવિધ વિષયો જાણે અને સંદેશો તેમના સુધી પહોંચે તેવા ઉમદા આશય સાથે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય શાખા દ્વારા યુવા પહેલ કવિઝના માધ્યમનો ઉપયોગ કરી પિયર એજ્યુકેટરો દ્વારા આરોગ્યનો સંદેશો અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલો.


આ ક્વિઝ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ચરણમાં યોજાઈ હતી. જેમાં 4થી 7 ડિસેમ્બરે દરમિયાન પ્રથમ ચરણ માં 292 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમે આવેલ પિયર એજ્યુકેટરને આઠ તાલુકા કક્ષાએ 21 ડિસેમ્બરના રોજ યોજાયેલા સ્પર્ધામાં રમવા માટે પસંદ કરાવમાં આવેલી. જે પૈકી ગુરુવારે જિલ્લાના આઠ તાલુકની સ્પર્ધામાંથી 24 પિયર એજ્યુકેટરોને પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ-અલગ 4 રાઉન્ડની વિવિધ આરોગ્યની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય શાખાના પ્રયાસને આવકરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય પ્રથમ વખત આવો પ્રયાસ સાબરકાંઠા જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલો છે. RKSK કાર્યક્રમ દ્વારા સશકત ભારતના નિર્માણમાં પિયર એજ્યુકેટરોનો ફાળો મહત્ત્વનો ભાગ ભજવશે. આજની સ્પર્ધા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, DRDA ડાયરેક્ટર કે.પી.પાટીદાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, ADHO કે.એસ.ચારણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રોગામ ઓફિસર અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.