રાજસ્થાન થી અમદાવાદ ટામેટા ભરીને જતું પિકઅપ ડાલું 40 ફૂટ ખાબકીને ખેતરમાં પડ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી ટામેટા ભરેલ પિકઅપ ડાલું નીચે પડ્યું, ચાલક અને માલિકનો આબાદ બચાવ,સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે પર આજે સવારે રાજસ્થાનથી અમદાવાદ ટામેટા ભરીને જતું પિકઅપ ડાલું રેલવે ઓવરબ્રિજ પરથી ખાબકતા ટામેટા વેર-વિખેર થઈ ગયા હતા. અકસ્માતમાં ચાલક અને માલિકનો આબાદ બચાવ થયો હતો.

રાજસ્થાનના કોટાના બુંદીથી પિકઅપ ડાલામાં ટામેટા ભરીને વેચાણ માટે અમદાવાદ શાકમાર્કેટમાં જઇ રહ્યું હતું. દરમિયાન મંગળવારે સવારે પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી આકસ્મિક પિકઅપ ડાલું 40 ફૂટ ખાબકીને ખેતરમાં પડ્યું હતું. જેને લઈને ટામેટા વેરવિખેર થઈ ગયા હતા.આ અકસ્માતની ઘટનામાં ચાલક અને માલિક બંનેનો આબાદ બચાવ થયો હતો. જોકે વેર વિખેર થયેલા ટામેટા એકઠા કરીને અન્ય વાહનમાં ભરવાની તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.