હિંમતનગરમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત આજે એક દિવસીય વર્કશોપ હિંમતનગરમાં જિલ્લા પંચાયતના હોલમાં યોજાયો હતો.આ અંગેની વિગતે એવી છે કે, જિલ્લા પંચાયતમાં યોજાયેલા એક દિવસીય વર્કશોપમાં મફત કાનુની સલાહ કેન્દ્રના ડેપ્યુટી ચીફ ઓફ લીગલ એન્ડ ડિફેન્સ આઈ. એસ. પઠાન દ્વારા મહિલા હિંસા વિરુદ્ધ કાનૂની કાયદાઓનું વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ વર્ષાબેન અને એપીઓ વહીવટ જેકવાન કુરેશી દ્વારા ઘરેલુ હિંસા અટકાવ અંગે જાણકારી આપવામાં આવી હતી.


મહિલા બાળ વિભાગના ડિસ્ટ્રીક્ટ મિશન કોઓર્ડીનેટર દેવાંગભાઈ સુથાર દ્વારા મહિલાઓ માટે કાર્યરત મહિલા હેલ્પલાઇન 181, સખી વન સ્ટોપ સેન્ટર અને નારી સંરક્ષણ કેન્દ્ર,વ્હાલી દિકરી યોજના,પુન: લગ્ન સહાય યોજના, વિધવા સહાય યોજના અંગે વિસ્તારે માહિતી આપી હતી. આ વર્કશોપમાં ડી. એલ.એમ મિન્નત મન્સૂરી દ્વારા મિશન મંગલમય હેઠળ સ્વ સહાય જૂથોને મળતા લાભો અંગે જાણકારી આપી હતી.આ વર્કશોપમાં સખી મંડળની મહિલાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અંગે વાત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા મહિલા જાગૃતિ અંગે સૂત્રો પતંગ પર લખવામાં આવ્યા હતા. જે પતંગ ઉડાવી મહિલા જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.