વિદેશી દારૂની બોટલો સાથે એક મોટર સાઇકલ ચાલકને ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

પોલીસની કડક કાર્યવાહી બાદ પણ બુટલેગરો દ્વારા સતત વિદેશી દારૂનું વેચાણ તેમજ હેરાફેરી થઈ રહી હોવાના બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે. જ્યારે વિજયનગર પોલીસે મોટર સાઇકલ મારફતે થતી વિદેશી દારૂને અટકાવી છે. વાહન ચેકિંગ દરમિયાન કાલવણ ચેક પોસ્ટ ઉપરથી વિદેશી દારૂની બોટલો સાથે એક મોટર સાઇકલ ચાલકને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલા બેગમાંથી 15 હજારની કિંમતની 46 દારૂની બોટલો મળી આવી હતી. પૂછપરછમાં દારૂ ઘાટીયા નજીકથી ખરીદી લાવ્યો હોવાનું સામે આવતા આ અંગે પોલીસે દારૂ સહિત મુદ્દામાલ કબજે લઈ તપાસ આદરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર વિજય નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલવણ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતો. દરમિયાન એક શંકાસ્પંદ મોટર સાયકલનો ચાલક આવતા તેને અટકાવીને તેની પાસે રહેતા બેગમાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો જણાઈ આવેલ તેથી ઇસમનું નામ પૂછતાં શૈલેશભાઇ અડેળાજી લિંબડ ઉવ.૨૮ (રહે.કુંડલા તા.વિજયનગર જી.સાબરકાંઠા)નો હોવાની ઓળખ આપી હતી. જે બાદ બેગમાંથી પોલીસે અલગ અલગ પ્રકારની ૧૫૮૨૦ની ૪૬ બોટલો મળી આવી હતી. ઝડપાયેલ ઇસમને દારૂ ક્યાંથી અને કોને આપવાનો છે. તે બાબતે પૂછતાં ઘાટીયા નજીક એક અજાણ્યા ઇસમ પાસેથી ખરીદી દારૂ છુટક માં વેચાણ કરવા લઇ જતો હોવાનું કબૂલાત આપતા પોલીસે દારૂ, મોટર સાઇકલ સહિત ૬૫,૮૨૦નો મુદ્દામાલ જપ્ત કરીને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.