હિંમતનગરમાં અદાવતમાં ટોળાનો યુવક પર હુમલો
મોતીપુરાથી સહકારી જીન ચાર રસ્તા રોડ પર આવેલ હૃદયમ હોસ્પિટલમાં ફરજ બજાવતા મોયદ રૂપપુરાના કરણસિંહ ડાભી સોમ મંગળવારની રાત્રે ચા પીવા હોસ્પિટલની બહાર આવ્યા હતા. તેમણે જણાવ્યું કે બાજુની સફલ હોસ્પિટલના મોઇન,સોહીલ, ઈરફાન નામના કર્મચારીઓ ટી સ્ટોલના વ્યક્તિ સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલી રહ્યા હોવાથી હોસ્પિટલ વિસ્તાર હોવાથી અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયા હતા.
અને ઝઘડો થયો હતો ત્યારબાદ બધા પોતપોતાની હોસ્પિટલમાં જતા રહ્યા હતા મંગળવારે સવારે નવેક વાગે હોસ્પિટલ બહાર આવતા 15 થી 20 લોકો તૂટી પડ્યા હતા અને માર મારી ઇજાઓ કરી હતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં પોલીસે ફરિયાદ ન લીધા બાદ મંગળવારે સાંજે શહેરના છાપરીયા ચાર રસ્તા હનુમાનજી મંદિર ખાતે લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ દોડતી થઈ હતી અને કેટલાક લોકોને પોલીસ સ્ટેશન લઈ જઇ સમાધાન કરાવવા પ્રયાસ હાથ ધર્યાનું જાણવા મળી રહ્યું છે.