સગીરાને ભગાડી જનાર પરણિત યુવાનને પોલીસે ઝડપ્યો
હિંમતનગરના માળીના છાપરીયામાંથી 21 દિવસ પહેલા પરિણીત યુવાન સગીરાને ભગાડી લઇ ગયો હતો. જે અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. બી ડિવિઝન પોલીસે તપાસ દરમિયાન ત્રણ દિવસ મહારાષ્ટ્ર રોકાઈને પરણિત યુવાનને ઝડપી લીધો હતો. આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના માળીના છાપરીયા વિસ્તારમાં રહેતો પરણિત યુવાન શાહનવાઝ ઉર્ફે ઉર્ફે શાનુ કાળુભાઈ મકરાણી 18 ડિસેમ્બરના રોજ હાજીપુરા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો. જે અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી હતી.
આ અંગે હિંમતનગર બી ડિવિઝન PI એસ.જે.પંડ્યા અને PSI વી.આર.ચૌહાણે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, નોંધાયેલી ફરિયાદને તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ દ્વારા માહિતી મળતા PSI ડી સ્ટાફના જીગ્નેશકુમાર, અજયસિંહ, અનવરસિંહ અને પ્રિયંકાબેન સરકારી વાહનમાં મહારાષ્ટ્ર પહોંચી હતી.
જ્યાં ત્રણ દિવસના રોકાણ બાદ વોચ રાખીને ભાગતા ફરતા બંને જણાને પાલઘર જિલ્લાના વાડા તાલુકાના કુડુંસ ખાતેથી પરણિત યુવાન અને સગીરાને પકડી લીધા હતા. ત્યારબાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસે 21 દિવસથી નાસતા ફરતા પરણિત યુવાનની કલમ 363, 366, 376 અને પોક્સોમાં ધરપકડ કરી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સોમવારે પકડાયેલા પરણિત યુવાનને કોર્ટમાં રજૂ કરશે. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Tags Aravalli sabarkantha ગુજરાત