ધનસુરાના દોલપુર પાસેથી 2.24 લાખના દારૂ સાથે શખ્સ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સી.પી.વાઘેલા પીઆઇ એલ.સી.બી મોડાસા સ્ટાફ સાથે ધનસુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમરગઢ કંપાની સીમમાં આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કાર નંબર GJ-૧૮-BC-૦૮૦૪ માં તેનો ચાલક કારમાં ભારતીય દોલપુરમાં કાર આવતા તેને રોકતા તેના ચાલકે કાર ઊભી રાખતા કાર નંબર GJ-૧૮-BC- ૦૮૦૪ માં દારૂની પેટી નંગ 22 જેમાં બોટલ નંગ 252 તથા છૂટી બોટલ નંગ 103 મળી કુલ બોટલો 355 જેની કિંમત2,24,400 તથા કારની કિંમત 3 લાખ તથા મોબાઇલ નંગ-2 કિં. ૨,૫૦૦ તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૭૨૭,૧૨૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો સાથે કાર ચાલક ભરતકુમાર કાલુરામ નિનામા રહે. કાનપુર, પાટીયા તાલુકો. ખેરવાડા જીલ્લો ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી પડ્યો હતોઅને પકડાયેલ મુદ્દામાલ તપાસ અર્થે કબજે લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.