ચોરી થયેલા મોબાઈલ સાથે એક શખ્સને બજારમાંથી ઝડપી લીધો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા પ્રાથમિક શાળામાં ઘરફોડમાં ચોરી થયેલા મોબાઈલ સાથે શખ્સને હિંમતનગરના બજારમાંથી LCBએ ઝડપી લીધો હતો. સાબરકાંઠા LCB બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે હિંમતનગરમાં નવા બજારમાં ચોરીનો મોબાઈલ વેચવા એક શખ્સ ફરતો હોવાની બાતમી આધારે LCBએ એક શખ્સનેને ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેની પુછપરછ કરતા તેનું નામ રાહુલ હરિભાઈ પારધી હોવાનું જણાવ્યું હતું. જેને લઈને LCBએ તેની અંગઝડતી લેતા ઇન્ફીનીકસ હોટ-10 કંપનીનો મોબાઈલ મળી આવતા તેને પૂછતા કોઈ જવાબ આપ્યો ન હતો. જેને લઈને મોબાઈલના IMEI નંબર આધારે રેકર્ડ ચેક કરતા ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ સ્ટેશનમાં હિંગટીયા પ્રાથમિક શાળામાંથી ઘરફોડ ચોરીમાં ચોરાયેલો મોબાઈલ ફોન છે. જેથી CRPC 41(1) ડી મુજબ રાહુલ પારધીની અટક કરીને ઘરફોડમાં ચોરી થયેલો મોબાઈલ CRPC 102 મુજબ કબજે લઈને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.