બોર્ડર પાસેથી બિન ઉપયોગી બળતણના ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ગુજરાત અને રાજસ્થાનની રતનપુર બોર્ડર પાસેથી બિન ઉપયોગી બળતણના ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. શામળાજી પોલીસે નાકાબંધી દરમિયાન બાસ્મીને આધારે ટ્રક ઝડપી લે તેમાંથી ચાર લાખનો દારૂ ઝડપાયો હતો અને બે વ્યક્તિઓને દબોથી લીધા હતા.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ટ્રકો ભરીને રાજસ્થાનથી બુટલેગરો દારૂ મંગાવી રહ્યા છે. ગુજરાતમાં દારૂ લાવવા માટે અનેક મોડસ ઓપરેન્ડી અજમાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે આવી જ એક મોડસ ઓપરેન્ડી મુજબ રાજસ્થાનથી બુટલેગરો એ બળતણનો બિલ ઉપયોગ વચ્ચે દારૂની પેટીઓ સંતાડી દીધી હતી. શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી 126 પેટી દારૂ ઝડપી લીધો હતો અને ગુજરાતમાં દારૂ લઈને આવી રહેલા રમેશભાઈ ધૂલાભાઈ મીણા તેમજ પ્રકાશ સંગ્રામસિંહ મીણાની ધરપકડ કરી હતી.