હિંમતનગરના હાથમતી નદીમાં થઈને ભોલેશ્વર જવાની સ્ટેટ વખતની ઝાડી ઝાંખરા થી ઢંકાયેલી સીડી ખુલ્લી કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરથી હાથમતી નદીમાં થઈને ચાલતા ભોલેશ્વર જવા માટેની ઝાડી ઝાંખરાથી ઢંકાયેલી સ્ટેટ વખતની સીડી ખુલ્લી કરવામાં આવી છે. જેને લઈને પવિત્ર શ્રાવણ માસમાં ચાલતા ભક્તો મંદિરે જઈ શકશે. તો બીજી તરફ શહેરના જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને હાથમતી નદી કિનારે ઝાડી ઝાખરા દૂર કરી સ્વચ્છતા કરવા રજૂઆત કરી છે. હિંમતનગરથી ભોલેશ્વર જવા માટે ચોમાસામાં નદીમાં પાણી હોવાને લઈને 5 કિમી ફરીને જવું પડતું હતું.જેને લઈને રાજ્ય સરકાર દ્વારા હિંમતનગરથી ભોલેશ્વરનો ઓવરબ્રીજ મંજુર કર્યો હતો. જેની કામગીરી શરુ થઇ છે અને હાલમાં 75 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હાલમાં ચાલતી કામગીરીને લઈને દિવાળી સુધીમાં આ બ્રિજ શરુ થવાની શક્યતાઓ જણાઈ રહી છે.પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શહેરીજનો અને ભોલેશ્વરના સ્થાનિકોની રજૂઆતને લઈને હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્ટેટ વખતની હાથમતી નદીમાં બનાવેલી સીડી ઝાડી ઝાંખરાથી ઢંકાઈ ગઈ હતી અને ગંદુ પાણી સીડી પર વહીને નદીમાં જતું હતું. જેને લઈને નગરપાલિકાના પ્રમુખ સહિતની વોર્ડ નં 4ના સદસ્યોની ટીમ પહોંચીને ફાયર વિભાગેને ઝાડી ઝાખરા દૂર કરવા સુચના આપી હતી. પાલિકાના ફાયર વિભાગે બે દિવસમાં ઝાડી ઝાખરા હટાવી સ્ટેટ વખતની સીડી ખુલ્લી કરી દીધી છે અને ગંદુ પાણી પણ બંધ કરાવ્યું છે. જેને લઈને હવે ભક્તો અને ભોલેશ્વરના સ્થાનિકો ચાલતા સીડી પર થઈને પેલે પાર જઈ શકશે.આ અંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ યતીનીબેન મોદીએ જણાવ્યું હતું કે, રજૂઆતને લઈને કરેલ સુચના મુજબ ફાયર વિભાગે કામગીરી કરીને સીડી ખુલ્લી કરી છે. જેને લઈને શ્રાવણ માસમાં ઉપરાંત નવો ઓવરબ્રિજ તૈયાર થાય ત્યાં સુધી શહેરીજનો, ભક્તો અને ભોલેશ્વરના સ્થાનિકો સીડીનો ઉપયોગ કરી શકશે તો લાઈટની વ્યવસ્થા પણ કરવાની સુચના કરવામાં આવી છે. સીડી ખુલ્લી થવાને લઈને અવર-જવર શરુ થઇ ગઈ છે.હિંમતનગરમાં નવા સર્કિટ હાઉસથી લઈને મહેતાપુરા સુધીના હાથમતી નદીના બંને કિનારા ઝાડી ઝાખરાથી ઢંકાઈ ગયા છે તો પાણી પણ ગંદુ થઇ રહ્યું છે. જેને લઈને ભોલેશ્વર વિસ્તારના જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હાથમતી નદીને સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કરવા માંગ કરી છે.આ અંગેની વિગતે એવી છે કે હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં આવેલ ઇન્દીરાનગરમાં રહેતા કુમાર ભાટે મુખ્યમંત્રીને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદીમાં બાવળિયાની ઝાડીઓ જંગલ જેવા બંને કિનારા બની ગયા છે. તો નદી વચ્ચે પણ ઝાડી ઝાખરા વાળી થઇ ગઈ છે તો હાથમતી નદીમાં શહેરનું ગંદુ પાણી આવે છે. નદીમાં ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. બીજી તરફ હાથમતી નદી કિનારે પૌરાણિક સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ અને ઝરણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ સ્થળ આસપાસ નદીમાં ગંદકી અને અને ઝાડી જાખરા થઇ ગયા છે. જેને લઈને ઝેરી અને જંગલી પ્રાણીઓનો ડર વ્યાપ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.