હિંમતનગરના રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરે પ્રી-કેન્સર અવસ્થામાં જ સારવાર કરી જીવ બચાવ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રૂપાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડો. મૃગેશ પંચાલ દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્રમાં દાંત ચિકિત્સક તરીકે સેવા આપી 12થી વધુ લોકોને પ્રી-કેન્સર અવસ્થામાં ડાયગ્નોસીસ કરી જીવન બચાવ્યા છે. અંતરિયાળ વિસ્તાર હોવા છતાં આસપાસના ગામોના લોકો આ જ ડોક્ટર પાસે સારવાર માટે આવે છે અને દસથી વધુ લોકો માટે દાંતના ચોકઠા પણ નિશુલ્ક બનાવી આપ્યા છે. તો ફ્રીમાં પ્રી-કેન્સરની સારવાર પણ કરી આપે છે. ગુજરાત મોઢાના કેન્સર માટે ભારતમાં પ્રથમ ક્રમે આવે છે. જે ખૂબ જ દુઃખની બાબત છે. ગુજરાતમાં ગુટખા તમાકુ સોપારી જેવા વ્યસનો વધુ છે. જેના કારણે મોઢાના કેન્સરની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે તેનું પ્રાથમિક તપાસ કરતા 95% કિસ્સામાં ખૂબ જ પ્રાથમિક તબક્કે કેન્સરનું ડાયગ્નોસીસ થઈ શકે છે. જેના કારણે જો દર્દીને અમુક લક્ષણો જેવા કે ત્રણ અઠવાડિયાથી વધુ મોઢામાં પડેલ ચાંદુ રૂજાતું ન હોય, મોઢું ખોલતા તકલીફ પડવી, ચાર આંગળીઓ મોઢામાં નાખી ન શકતા હોય, તેવા દર્દીઓ ચાવવામાં તકલીફ પડવી, “જીભ પર સફેદ ડાઘ પડવા( લૂકોપ્લેકીયા) ” જેવી પ્રાથમિક અવસ્થાઓમાં જો દર્દીની તપાસ કરતા ખૂબ જ અર્લી સ્ટેજના કેન્સરની જાણ થાય તો તે દર્દીને સર્જરી સુધી પણ જવું પડતું નથી અને તેની સારવાર થઈ શકે છે. વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે. અમુક કિસ્સાઓમાં સર્જરી બાદ કીમોથેરાપી રેડિયોથેરાપી વગેરે દ્વારા પણ સામાન્ય જીવન જીવી શકાય છે. એટલે જો કોઈ વ્યક્તિને કે આસપાસની વ્યક્તિને આવા ચિન્હો જણાય તો તુરંત નજીકના દંત ચિકિત્સક પાસે જઈ પોતાની ચકાસણી કરાવી જોઈએ.

અત્યાર સુધીમાં તેમણે 12થી વધુ લોકોને પ્રી-કેન્સર સ્ટેજની જાણ કરી સારવાર કરી જીવન બચાવ્યા છે. કેન્સરની હાલમાં ટ્રીટમેન્ટ છે કેન્સર એટલે કેન્સલ નહીં, પરંતુ વ્યક્તિએ દૃઢ મનોબળ જાળવી રાખી સારવાર કરાવી પુનઃ સામાન્ય જીવન જીવી શકે છે. કેન્સર થવાના કારણોમાં મુખ્યત્વે બીડી, સિગારેટ, હુક્કા, છીણી, ગુટકા, તમાકુ, સોપારી છે. આ સિવાય કેટલાક લોકો પૈસા બચાવવા માટે લે ભાગુ તત્વો રોડ સાઈડ ઉપર દાંત બંધાવે છે. જેના કારણે પણ સમસ્યાઓ પેદા થઈ શકે છે.

હાલમાં સરકારી હોસ્પિટલોમાં દંત ચિકિત્સક ઉપલબ્ધ છે. જે રૂટ કેનાલ દાંતના કલર જેવા કમ્પોઝિટર મટિરિયલ, રસોડીનું ઓપરેશન તમામ પ્રકારની દાંતની સારવાર, સર્જરી, દાંતના ચોકઠા બનાવવા જેવી અનેક સારવારો નિશુલ્ક ઉપલબ્ધ થઈ રહી છે. ત્યારે તમામ લોકોએ આ સારવારનો મહત્તમ લાભ લેવો જોઈએ અને ગુજરાતને કેન્સર મુક્ત કરવામાં સહભાગી થઈ પોતાની ભૂમિકા અદા કરવી જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.