વડાલી પોલીસ સ્ટેશનમાં ATMમાંથી ચોરી મુદ્દે ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

વડાલીમાં ડોભાડા ચાર રસ્તે ખાનગી કંપનીના ATMમાંથી રૂ. 22હજારથી વધુ રોકડની ચોરી થયા અંગેની વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ટોળકીને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખેડબ્રહ્મા પોલીસે પણ બેંક મેનેજરો સાથે બેઠક યોજી હતી.

આ અંગેની વિગત એવી છે વડાલીના SBI ATMમાં રૂ. 11.89 લાખ અને ઇડરની IDFC ફર્સ્ટ બેંકના ATMમાં રૂ. 8.23 લાખની ચોરી થઇ હતી. વડાલીના ડોભાડા ચાર રસ્તે હિટાચી કંપનીના ATMમાંથી અજાણ્યા ત્રણ થી ચાર ઇસમો સફેદ કલરની કારમાં આવી ATMનો દરવાજો ખોલી ATM મશીનને કોઈપણ રીતે તોડીને રૂ. 22 હજારથી વધુની રોકડ 4 નંગ કેસેટની ચોરી કરી લઇ ગયા હતા. આ અંગે રાજેશકુમાર શર્માએ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.