હિંમતનગર સિવિલમાં ટ્રાયકોબેઝોરગ્રસ્ત 11 વર્ષીય બાળકીના પેટમાંથી 52 સેમી વાળની ગાંઠ બહાર કાઢી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સિવિલમાં ટ્રાયકોબેઝોર બિમારીથી પીડિત 11 વર્ષીય બાળકી સારવાર અર્થે આવ્યા બાદ તબીબોએ જરૂરી રિપોર્ટ કરાવી ચાર ડોક્ટરોની ટીમે બાળકીનું ઓપરેશન કરી જઠર અને આંતરડામાંથી વાળના ગુચ્છાની 52 સે.મી. ગાંઠ બહાર કાઢી હતી.

સિવિલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.21-04-22 ના રોજ હિંમતનગર તાલુકાના તાજપુરી ગામની 11 વર્ષીય આરતીબેન ગુલાબસિંહ પરમાર સિવિલ હોસ્પિટલમાં ખોરાક લઇ શકતી ન હોવાની સમસ્યા સાથે દાખલ કરાઇ હતી અને તેને વાળ ખાવાની આદત હોવાથી ડોક્ટરોએ ચોક્કસ નિદાન મેળવવા જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં માલુમ પડ્યુ હતું. આ બાળકી ટ્રાયકોબેઝોર બિમારીથી પીડિત છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની આદત હોય છે જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ધારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે.

આ બાળકી ટ્રાયકોબેઝોર બિમારીથી પીડિત હોવાથી અને તેના જઠર, આંતરડામાં વાળનું ગુચ્છુ હોઇ બહાર કાઢવા ઓપરેશન કરવાનું જણાતાં હિંમતનગર જીએમઇઆરએસ હોસ્પિટલના ર્ડા. પલ્લવ પટેલ, ર્ડા. પ્રણવ પટેલ, ર્ડા.ખ્યાતિ અને ડો.વિપુલ દ્વારા તા.22-04-22 ના રોજ ઓપરેશન હાથ ધરાયું હતું અને દોઢેક કલાક ચાલેલા ઓપરેશનમાં ડોક્ટરોએ બાળકીના જઠર અને આંતરડામાંથી 52 સેમી.ની વાળની ગાંઠ બહાર કાઢી બાળકીને પીડા મુક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.