શાળાઓમાં આજથી દિવાળી પર્વને લઈને 21 દિવસનું મીની વેકેશન શરૂ

સાબરકાંઠા
સાબરકાંઠા

આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે શાળામાં આજથી 21 દિવસનું મીની વેકેશન શરૂ થયું છે. જેને લઈને સ્કૂલો ખાલી ખમ જોવા મળી રહી છે. તો સ્કૂલમાં માત્ર વહીવટી સ્ટાફ કામગીરી કરી રહ્યા છે.દિવાળી પર્વ ગુરુવાર રમા એકાદશી અને વાઘ બારશથી શરુ થયું છે. બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં આવેલી પ્રાથમિક અને માધ્યમિકમાં 1250થી વધુ શાળામાં આજથી 21 દિવસના મીની વેકેશનનો પ્રારંભ થયો છે. જેને લઈને સ્કૂલોના રૂમ અને મેદાન ખાલીખમ જોવા મળી રહ્યા છે.જુન બાદ પ્રથમ સત્ર શરુ થયું હતું.

જે પરીક્ષા બાદ પૂર્ણ થયું છે. ત્યારે 9 ઓક્ટોમ્બરથી 29 ઓક્ટોમ્બર સુધી 21 દિવસ શાળામાં દિવાળી પર્વને લઈને મીની વેકેશન શરૂ થયું છે. મીની વેકેશન બાદ બીજું સત્ર શરૂ થશે. ત્યારે હાલમાં પરીક્ષા પૂર્ણ થઇ છે જેનું પરિણામ દિવાળી બાદ નવા સત્રમાં જાહેર થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.