સા.કાં.જિલ્લા મધ્યસ્થ બેંકની ૬૩મી વાર્ષિક સાધારણ સભા ડીઝીટલ માધ્યમથી યોજાઈ
સાબરકાંઠા અરવલ્લી જીલ્લાના લોકો સાથે લાગણી હુંફ સાથે જીવી રહ્યા છીએ . મહેશભાઈ પટેલ સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.હિંમતનગરની ૬૩મી વાર્ષિક સાધારણ સભા , સાબરડેરીના ઓડીટોરીયમમાં ચેરમેન મહેશભાઇ અમીચંદભાઇ પટેલના પ્રમુખસ્થાને ડીઝીટલ માધ્યમથી યોજાઇ.આ પ્રસંગે મહામારીમાં પોતાનું જીવન ગુમાવનાર બેંકના પુર્વ ડીરેકટઓ તથા બેંક સ્ટાફના આત્માની શાંતિ માટે બે મીનીટનું મૌન રાખી શ્રધ્ધાજલી પાઠવી.આ પ્રસંગને અનુરૂપ બેંકના ચેરમેનએ મહામારીમાં સભાસદો ખેડૂતો સાથે ખભેખભા મીલાવી આર્થિક પ્રવૃતિને ચાલુ રાખી મદદરૂપ થવા પ્રયત્ન કરેલા છે.ખેડૂતો દ્વારા ૯૮.૬૦% ઉપરાંતની વસુલાત આપી બેંકને સક્ષમ બનાવવામાં ફાળો આપેલ છે તે બદલ ચેરમેનએ બંને જીલ્લાના ધિરાણ લેતા ખેડૂતમિત્રોનો આભાર વ્યકત કરેલ .ભારત સરકારના ડીઝીટલ ઇન્ડીયાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા બેંક દ્વારા ડીઝીટલ બેંકીંગની સુવિધાઓ શરૂ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે ૪૦૦ ઉપરાંત જેટલા સહકાર સાથી બનાવી તેમને માઇક્રો એ.ટી.એમ.આપી ગ્રામ્યકક્ષાએ ડીઝીટલ ટ્રાન્જકશનનો વ્યાપ વધારવામાં આવી રહેલ છે.આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેનએ ડીઝીટલ માધ્યમથી સભાસદોનો આભાર માની મીટીંગનું કામકાજ પૂર્ણ જાહેર કરેલ