કુબેર ભંડારી કરનાળી મંદિર ખાતે ૭૨ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મંદિરના પટાંગણમાં
રખેવાળ ન્યુઝ, અરવલ્લી : કુબેરભંડારી કરનાળી ખાતે ૭૨ મા પ્રજાસત્તાક દિવસે મંદિરના વ્યવસ્થાપક પરમ પૂજ્ય રજનીભાઈ પંડયા અને મંદિરના તમામ પૂજારી ગણ, સ્ટાફે દાદાના યજુર્વેદના ૧૦મા અધ્યાયનો પાઠ કરી રાષ્ટ્ર સૂક્તથી અભિષેક કરી વિશિષ્ટ પૂજા અર્ચના કરવામા આવી હતી. પરમ પૂજ્ય રજનીભાઈ પંડયાના હસ્તે ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ રાષ્ટ્ર ગીત ગાઈ તિરંગાને સલામી આપવામા આવી હતી કુબેર દાદાને તિરંગા રુપી ફૂલહારથીઅને મંદિરને વિવિધ કલાકૃતિથી શણગારવામા આવ્યુ હતુ મંદિરનો તમામ વિસ્તાર રાષ્ટ્ર ગીતથી ગૂજી ઉઠ્યો હતો.કુબેર ભંડારી મંદિરે હેમંતભાઈ, સતીષભાઈ, વિપુલભાઈ, બિપીનભાઈ, કર્ણરાજ ગોહિલ, મયુરભાઈ અને તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. કરનાળી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશને પણ પરમ પૂજ્ય રજનીભાઈ પંડયાના હસ્તે ધ્વજ વંદન કરવામા આવ્યુ હતુ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી અને રાષ્ટ્રગીત ગાઈ ૭૨ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામા આવી હતી.