પ્રાંતિજમાંથી ચોરીની ઇકો ગાડી સાથે શખ્સને ઝડપી લીધો 42 વાહનચોરીના ગુનામાં સંડોવાયેલો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા SOGએ પ્રાંતિજમાંથી એક શખ્સને એક મહિના અગાઉ અમદાવાદમાંથી ચોરી કરેલી ઇકો ગાડી સાથે ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન હિંમતનગર, ઇડર, પ્રાંતિજ સહિતના વિવિધ સ્થળેથી વાહન ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે SOGના PI એસ.એસ.કરંગીયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG સ્ટાફ બે દિવસ પહેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે પ્રાંતિજ રેલવે સ્ટેશન પાસેના ત્રણ રસ્તા પાસે બજાણીયાવાસમાં રહેતા સંજયકુમાર જગદીશભાઇ બજાણીયા શંકસ્પદ હાલતમાં ઇકો લઇને આવી રહ્યા હતા. જેથી પોલીસને શક જતા તેને ઉભો રાખાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંજયકુમાર બજાણીયા પોલીસને જોઇ જતા પોતાના વાહનને સાઇડમાં કરી ભાગવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ પોલીસે તેને તરતજ ઝડપી લઇ પુછપરછ કરતા ઇકો ગાડી એક મહિના પહેલા નિકોલ ખોડિયારનગર રાધા રમણ કોમ્પ્લેક્ષ ખાતે બેંકના પાર્કિંગમાંથી ગાડી ચોરી કરી હતી. જેને પ્રાંતિજ પોલીસે મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાંતિજના રાસલોડમાં બજાણીયા વાસમાં રહેતો અને ચોરીની ઇકો ગાડી સાથે પકડાયેલા સંજય બજાણીયાએ સાત વર્ષમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં 42 વાહનોની ચોરીમાં સંડોવાયેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.