હિંમતનગરના શખ્સને આઇપીઓ અને શેરમાં વધુ વળતરની લાલચ આપી 37.54 લાખનો ચૂનો ચોપડી દીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

15 વર્ષથી શેરબજાર સાથે સંકળાયેલ હિંમતનગરના શખ્સને સાયબર ગઠિયાઓએ શેર બજાર ટ્રેડીંગના નામે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી આઇપીઓ અને શેરમાં વધુ વળતરની લાલચ આપી 37.54 લાખનો ચૂનો ચોપડી દીધો છે.

અમદાવાદની જૈનમ શેર બ્રોકીંગમાં શેર બજાર ટ્રેડર તરીકે કામ કરતાં બ્રિજેશકુમાર મનુભાઈ રાવલના મોબાઈલમાં તા.2-7-24ના રોજ એસએમસી સ્ટોક બુસ્ટ ગ્રુપમાં એડ કરાયાનો મેસેજ પડતાં ગ્રૃપ ઓપન કરી જોતાં થોડા રોકાણમાં વધુ નફો મેળવોના મેસેજ જોવા મળ્યા હતા. આ ગ્રુપમાં એક લીંક આવેલી હતી તે ખોલતાંની સાથે જ એસએમસી કેપિટલ નામની એપ્લીકેશન ડાઉનલોડ થઈ ગઈ હતી. જેમાં તેમણે બેન્ક એકાઉન્ટ લીંક કરી તા.17-07-24ના રોજ રૂ.1000નું પ્રથમ રોકાણ કરતાં નફા સાથે રૂ.1300નું બેલેન્સ જોવા મળ્યું હતું. વિશ્વાસ બેસી જતાં તેમણે 24હજાર અને 50હજારનું રોકાણ કર્યું હતું.

ગ્રુપના એડમીને બ્રિજેશકુમારને બીજા ગ્રુપમાં એડ કરી દીધા હતા આ દરમિયાન વોટ્સએપ મારફતે વોટ્સએપ કોલ તેમજ મેસેજથી રોકાણ અંગે અવનવી સ્કીમો બતાવી અલગ અલગ એકાઉન્ટ નંબર અને ખાતાધારકના નામ મોકલી રોકાણ કરાવાતું હતું. તા.17-08-24 ના રોજ એસએમસી કેપિટલ એપ્લિકેશનમાં પોસીટ્રોન એનર્જીના આઇપીઓ બાબતે માહિતી આપવામાં આવી હોય તપાસ કરતાં આ ગ્રુપના પી.આર દ્વારા જણાવાયું હતું કે આઇપીઓ સારો છે અને રોકાણ કરવા જેવું છે.

આ શેર એપ્લિકેશન મારફતે 170 ના ભાવે ભરાવીએ છીએ જેની માર્કેટમાં 250 ની કિંમત ચાલે છે આ અંગે તપાસ કરતાં આઇપીઓ 20-08-24 ના રોજ લિસ્ટિંગ થનાર હોવાનું અને રૂપિયા 170 ના ભાવે 31200 શેર આપવાનું જણાવતા પૈસા જમા કરાવ્યા હતા અને એપ્લિકેશન માંથી આ દરમિયાન 70,000 વીડ્રો કર્યા હતા. તા.22-08-24 ના રોજ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી.

આઇપીઓ માટે ₹15,77,100 ટ્રાન્સફર કર્યા હતા. તે એસએમસી કેપિટલ એપ્લિકેશનના ડિપોઝીટ ઓપ્શનમાં જમા જોવા મળી હતી. પરંતુ ત્યાર પછી એપ્લિકેશનમાંથી પૈસા વીડ્રો કરવા જતાં પૈસા ટ્રાન્સફર ન થતાં કુલ રૂ.37,54,100નું ફ્રોડ થયાની ખબર પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.