હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને તલોદમાં 9565 પરિક્ષાર્થીઓમાંથી 3054 હાજર રહ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી મિતાબેન ગઢવીએ જણાવ્યું હતું કે, હિંમતનગર, ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકા મથકે 37 કેન્દ્રો પર 399 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરીક્ષામાં 900થી વધુ કર્મચારીઓ, અધિકારીઓ અને પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલો ફરજ બજાવી રહ્યા છે. તો 37 કેન્દ્રો પર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિતના પીએસઆઈ અધિકારીઓ બંદોબસ્ત કરી રહ્યા છે. દિવસ દરમિયાન ત્રણ ત્રણ કલાકના બે પેપર લેવાશે, જેમાં પરિક્ષાર્થીઓને 10 વાગ્યા પહેલા પ્રવેશ આપી દેવાયો છે. ત્યારબાદ પ્રથમ પેપર શરૂ થઈ ગયું છે. 37 કેન્દ્રો પર 399 બ્લોકમાં 9565 પરિક્ષાર્થીઓમાંથી 3054 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેસ્યા છે. આમ 31 ટકા પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા અને 69 ટકા પરિક્ષાર્થીઓ ગેર હાજર રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.