મોડાસાના ભેગોડિયા ડુંગર વિસ્તારમાં એક સાથે 3 દીપડા દેખાયા
મોડાસાના સરડોઈ, લાલપુરએ ડુંગરાળ વિસ્તાર છે. આ વિસ્તારમાં દીપડો, નીલગાય, રોજ વગેરે વન્ય પ્રાણીઓ રહે છે. ત્યારે શિયાળાની મોસમ વન્ય પ્રાણીઓને લટાર મારવા માટે યોગ્ય મોસમ ગણાય છે. મોડાસાના સરડોઈ લાલપુર વિસ્તારમાં આવેલા ડુંગરો પર સાંજના સુમારે દીપડો જોવા મળ્યો હતો. ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે ડુંગર પર ત્રણ ત્રણ દીપડા જોવા મળ્યા હતા. જેથી આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. અડધી રાત્રે જો દીપડા નીચે આવે તો પશુપાલકોને પશુધન શિકાર કરી જાય એવો ભય સતાવી રહ્યો છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે, વન વિભાગ દ્વારા દીપડાઓનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવે જેથી ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોમાં રાહત થાય અને ભય દૂર થાય.