હિંમતનગર મેડીકલ કોલેજમાં બીજા તબક્કામાં 2500 શિક્ષકોને તાલીમ આપાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ GMERS મેડિકલ કોલેજમાં લેક્ચર હોલ ખાતે આજે 2500 શિક્ષકોને CPR તાલીમ આપવામાં આવી હતી. જિલ્લામાં બે તબક્કામાં 5800 શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે.હિંમતનગરમાં મેડીકલ કોલેજ ખાતે રવિવારે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતુ. બીજા તબક્કાની શિક્ષકોને સવારે 8 વાગ્યાથી CPR તાલીમ આપવાનું શરુ કરવામાં આવી હતું. જેમાં 30 મિનીટ નો એક સેસન હતું.


આમ દિવસ દરમિયાન CPRની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ હિંમતનગરમાં GMERS જનરલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગ દ્વારા આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના બે તબક્કામાં 5800 જેટલા શિક્ષકો CPRની એક દિવસીય તાલીમ આપવામાં આવી છે. શાળાના બાળકોની સ્વાસ્થ્યની ચિંતા કરી ગુજરાતના શિક્ષકોને CPRની તાલીમ આપતા દેશનું પ્રથમ રાજ્ય છે. જેમાં તારીખ 3 ડિસેમ્બરના પ્રથમ તબક્કામાં 3300 શિક્ષકોને તાલીમ આપાઈ હતી. આજરોજ બીજા તબક્કામાં 2500 શિક્ષકો અને પ્રોફેસરોને તાલીમ આપવામાં આવી હતી.આજના સમયે શિક્ષણ માત્ર શાળાકીય વિષયો પૂરતું સીમિત ન હોઈ શકે અને રાષ્ટ્ર ઘડતરનું ભગીરથ કાર્ય કરતા શિક્ષક મિત્રો સમાજને કપરી પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન કરી નવી રાહ ચીંધે તે અપેક્ષિત છે. છેલ્લા થોડા સમયથી નાની ઉંમરના વ્યક્તિમાં હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ જોતા 2 લાખથી વધુ સંખ્યામાં નિયુક્ત શિક્ષકભાઈ બહેનો હાર્ટ એટેકના હુમલા ગ્રસ્ત વ્યક્તિને બચાવવાની દિશામાં CPR ટ્રેનિંગ ખૂબ જરૂરી બની છે. ત્યારે આ CPR કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી અને શિક્ષક સંગઠનો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.