ઈડરના કડિયાદરામાં નદીના પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઇડર તાલુકાના વડીયાવીર- અને કડિયાદર ભૂતિયા વચ્ચેની નદી માં ભારે પાણીના પ્રવાહમાં ફોરવિલ ગાડી સાથે કપલ ફસાયું તરવારીયા ટિમો સ્થળ પર મોજુદ પણ પાણીનો ભારે પ્રવાહના કારણે મેશ્કેલી કરોલની નદી માં ગાડી તણાઈ વચ્ચે આવેલ કરોલ નદીમાં બે વ્યક્તિ કાર સાથે તણાયા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર, બચાવ કામગીરી હાથ ધરાઈ
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબક્તા અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા નજીક આવેલી કરોલ નદીમાં કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. નદીમાં કાર સાથે ફસાયેલી મહિલા સાથે અન્ય લોકો પણ સવાર હતા. કરોલ નદીના ધસમસતા પ્રવાહમાં ડિપબ્રિજ પરથી પસાર થતા સમયે કાર સાથે 2 લોકો તણાયા હતા. જો કે ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દ્વારા પણ નદીમાંથી 2 લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત ન થતા સ્થાનિકોએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી.ઈડર અને હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ ભારે જહેમત બાદ નદીમાં તણાયેલા તમામ લોકોને બચાવવામાં આવ્યા હતા.