પ્રાંતિજ નગરપાલિકાએ 85 લાખના બાકી બીલની સામે 2.84 લાખ ભર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાનામાં આવેલી પ્રાંતિજ નગરપાલિકામાં વીજબીલ બાકી હોવાને લઈને વારંવાર UGVCL દ્વારા વીજકનેક્શનો કાપી નાખવામાં આવે છે. તો રૂ. 85,01,392 વીજબીલ ભરવા માટે સાત દિવસની નોટીસ આપવામાં આવી હતી. જેની સામે પાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટ વિભાગનું વીજબીલ ભરી હાલ પુરતો હાશકારો લીધો છે.

આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજ નગર પાલિકાની અગામી બે મહિના બાદ ચૂંટણી આવી રહી છે. તો બીજી તરફ વહીવટી ખામીઓના કારણે અને વેરા વસુલાતમાં નીરસતાને લઈને પાલિકાને વારંવાર UGVCL દ્વારા બાકી વીજબીલ ભરવાને લઈને નોટીસ આપવામાં આવે છે. તો કેટલીક વાર તો પાલિકા બાકી વીજબીલ નહિ ભરતા UGVCL દ્વારા વીજ કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા છે.

13 ફેબ્રુઆરીના રોજ UGVCL દ્વારા પ્રાંતિજ નગરપાલિકના ચીફ ઓફિસર અને પ્રમુખને બાકી વીજબીલ ભરવા માટે નોટીસ આપી સાત દિવસમાં વીજબીલ ભરવા માટેની તાકીદ કરી હતી. ત્યારે UGVCL દ્વારા આપેલી નોટીસમાં વોટરવર્કસ વ્યવસાયિક તથા સ્ટ્રીટ લાઈટના વીજબીલની રકમના જુના તથા નવા નાણાંની ભરપાઈ કરવા બાબતના વિષય હેઠળ સ્ટ્રીટ લાઈટના રૂ. 2 લાખ 84 હજાર 709, વોટરવર્કસના રૂ. 79 લાખ 45 હજાર 241 અને વ્યવસાયિક 2 લાખ 71 હજાર 442 મળી કુલ રૂ. 85 લાખ 1 હજાર 392 રકમ સાત દિવસમાં ભરવા માટે નોટીસ આપી હતી. જો સાત દિવસમાં નહિ ભરાય તો કંપની દ્વારા નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીરતાથી નોંધ લેવા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.