હિંમતનગરના દુર્ગા બજારમાં મોબાઇલ શોપમાં 4 વર્ષમાં બ્રાંચ મેનેજરે રૂ.13.65 લાખની છેતરપીંડી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના દુર્ગા બજારમાં આવેલ મોબાઇલ તથા મોબાઇલ એસેસરીઝનું વેચાણ કરતા દુકાનના બ્રાંચ મેનેજરે ત્રણ વર્ષ દરમિયાન રૂપિયા 13,65,407ની રકમના મોબાઇલ તથા એસેસરીઝનું વેચાણ કરીને નાણાં ગ્રાહકો પાસેથી મેળવી લીધા હોવા છતાં પણ આ નાણાં બારોબાર પોતાના અંગત કામકાજમાં ખર્ચ કરી પેઢીમાં જમા ન કરાવતા પેઢીના સંચાલક એ-ડિવીઝન પોલીસ મથકમાં બ્રાંચ મેનેજર સામે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના દુર્ગા બજારમાં કબીર વર્લ્ડ નામની દુકાન આવેલી છે. જેમાં મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણી ગામના અને હાલ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારની રવિ પાર્ક સોસાયટીમાં રહેતા અને બ્રાન્ચ મેનેજર તરીકે સતિષ રમણભાઇ પટેલ ફરજ બજાવતા હતા. બ્રાન્ચ મેનેજરે પોતાની ફરજ દરમિયાન 2 જુન 2020થી 5 જુલાઈ 2023 સુધીના સમય દરમિયાન જુદા જુદા ગ્રાહકોને રૂપિયા 13,65,407ની કિંમતના મોબાઇલ તથા મોબાઇલ એસેસરીઝનું વેચાણ કર્યું હતું. તો ગ્રાહકો પાસેથી નાણાં પણ મેળવી લીધા હતા. આ નાણાં કબીર ટેકનોલોજી પ્રા.લિ. નામની પેઢીમાં જમા નહિ કરાવી અને બારોબાર પોતાના અંગત કામકાજમાં ખર્ચ કરી લીધા હતા. જે અંગેની કંપનીના સંચાલકને જાણ થયા બાદ કબીર ટેકનોલોજી પ્રા.લિ.ના આકાશ જયેશકુમાર પટેલેએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બ્રાંચ મેનેજર સતિષ રમણભાઇ પટેલ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.