એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી 12 કિલો ચાંદી ઝડપાતા રૂપિયા પાંચ લાખનો મુદામાલ કબજે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા બે મુસાફરો પાસેની બેગ તપાસ કરતાં GRP રેલવે પોલીસને 12.680 કિલો ચાંદી કિંમત રૂપિયા અંદાજે 5 લાખ મળી આવી હતી. જેને લઈને બે મુસાફરો સામે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ.

હિંમતનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર રાજસ્થાન તરફથી આવતી ટ્રેનોમાં પોલીસ દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે છે. ત્યારે ઇન્દોરથી અસારવા જતી વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી પહોંચતા જ જનરલ કોચમાંથી થેલા સાથે રાજસ્થાનના બે શખસો ઉતર્યા હતા.

હિંમતનગર GRP રેલવે પોલીસે રાબેતા મુજબ મુસાફરોની તપાસ કરતાં તેમના પાસેના થેલામાંથી ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો. ત્યાર બાદ ચાંદીના બિલ અંગેની માગણી કરતાં મુસાફરો પાસે કોઈ પુરાવા ન હતા. જેને લઇને હિંમતનગર રેલવે પોલીસે 41(1) D મુજબ 12.680 કિલોગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખનો ચાંદીનો જથ્થો કબજે લીધો હતો.

રાજસ્થાનના મેરતાથી ઈન્દોર અસારવા ટ્રેનમાં હિંમતનગર ઉતરેલા બે શખસોએ ખેડબ્રહ્મા, અંબાજી અને સાવલી કોટડા રાજસ્થાન સોનીની દુકાન ધરાવતા વેપારીઓને આ માલ આપવાનો હતો તેવું જણાવ્યું હતું. હિંમતનગર GRP રેલવે પોલીસે ઝડપાયેલા 12.680 કિલો ચાંદી અંગે સ્ટેટ GSTને લેખિત જાણ કરી છે.

હિંમતનગર રેલવે સ્ટેશન પર ચાંદી સાથે ઝડપાયેલા બે શખસો

નિતેશકુમાર કમલ કિશોર સોની (ઉં.વ. 28, રહે પૃથ્વીરાજનું થડા માલિયોનો વાસ, મેડતા સીટી, જિલ્લો નાગોર રાજસ્થાન)

હિતેશભાઈ નંદકિશોર ઓઝા (ઉં.વ.32, રહે ઓઝાની પોળ, ગામ રોહીડા તાલુકો પિંડવાડા જિલ્લો શિરોહી રાજસ્થાન)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.