હિંમતનગરમાં 31 ડિસેમ્બરની રાત્રે 11 જણા નશો કરીને વાહનો ચલાવતા ઝડપાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે હિંમતનગર શહેરમાં એ અને બી-ડિવિઝન પોલીસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 11 જણા નશો કરીને વાહન ચલાવતા ઝડપાયા હતા. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.આ અંગેની વિગત એવી છે કે, 31 ડિસેમ્બરને રવિવારે હિંમતનગર શહેરમાં એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એ-ડિવિઝન પોલીસ મહાવીરનગર ચાર રસ્તે, છાપરીયા ચાર રસ્તે, મોતીપુરા, ખેડ તસીયા રોડ, સહકારી જીન, લો કોલેજ પર ચેકિંગ શરુ કર્યું હતું. જેમાં ચાર જણા દારુના નશામાં બાઈક અને કાર ચલાવતા, સહકારી જીન વિસ્તારમાંથી નશો કરીને કાર ચાલવતા બે જણા, મહાવીરનગર ચાર રસ્તે દારુ પીધેલા એક અને લો કોલેજ બરેલી મિલ રોડ પરથી ડ્રાઈવિંગ કરતો એક ઝડપાયો હતો.


બી-ડિવિઝન વિસ્તારમાં ન્યાય મંદિર, પોસ્ટ ઓફીસ, એસટી બસ સ્ટેન્ડ, વિધાનગરી, મહેતાપુરા સર્કલ પાસે પોલીસ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સાત જણા દારૂના નશામાં વાહનો ચલાવતા ઝડપાયા હતા. જેમાં બસ સ્ટેન્ડથી ત્રણ, પાંચબત્તી વિસ્તારમાંથી બે ન્યાય મંદિરથી એક અને મહેતાપુરા સર્કલથી એક ઝડપાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.