હિંમતનગર નગરપાલિકાના ચાર વોર્ડમાં 2.85 કરોડના 11 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પાલિકા દ્વારા ચાર વોર્ડમાં 2 કરોડ 85 લાખના 11 વિકાસકામોનું ખાતમુહૂર્ત આજે હિંમતનગરના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, હુડાના અમલ બાદ હવે આવતા દિવસો હિંમતનગર નગરપાલિકામાં આજુબાજુનો વિસ્તાર ભેળવવાનીને લઈને મહત્વની જાહેરાત થઇ શકે છે. તે જ પહેલા આજુબાજુના વિસ્તારમાં વિકાસને લઈને રોડ મેપ બનાવવામાં આવ્યો છે. તે પહેલા જ હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં 5, 6, 7, 8 એમ ચાર વોર્ડમાં 2 કરોડ 85 લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ગુરુવારે કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે હિંમતનગરમના ધારાસભ્ય વી.ડી.ઝાલા, સિધ્ધાર્થભાઈ પટેલ, કૌશલ્યાકુંવરબા, શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી કારોબારી ચેરમેન જીનલબેન પટેલ, ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ તથા વિવિધ સમિતિના ચેરમેનો, સદસ્યો અને સ્થાનિકો હાજર રહ્યા હતા.આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચાર વોર્ડમાં 11 વિકાસ કામો 2 કરોડ 85 લાખના કરવામાં આવશે. જેનું ખાત મુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. તો વોર્ડ નં.5માં આરસીસી રોડ, વોર્ડ નં.6માં બે સ્ટ્રોમ વોટરની પાઈપ લાઈનો, વોર્ડ નં.7માં ચાર વિકાસ કામો કરવામાં આવશે. જેમાં ચાર વિસ્તારમાં આરસીસી રોડ અને વોર્ડ નં.8માં ત્રણ વિકાસ કામો જેમાં બે આરસીસી રોડ અને એક 1 કરોડ 15 લાખનો ટીપી રોડ ઉમિયા વિજય રોડથી વિજયભાઈ જોશીના ઘર સુધી ડેવલપ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.